ગુજરાતનો વધુ એક સપૂત દેશની રક્ષા કરતા થયો શહીદ, સમગ્ર ગ્રામ શોકમગ્ન, વેપાર-ધંધા બંધ

દેશની રક્ષા કરતા આપણા દેશના બહાદુર જવાનો પોતાના પ્રાણ પણ ન્યોછાવર કરી દેતા હોય છે. ત્યારે હાલ મળતી ખબર પ્રમાણે બનાસકાંઠાના વડગામના મેમદપુર ગામનો જવાન માતૃભૂમિની રક્ષા કરતા જમ્મુ કાશ્મીરની અંદર શહીદ થયો છે. શાહિદના નશ્વરદેહને પોતાના વતનમાં લાવવામાં આવ્યો છે. જ્યાં આજે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર મેમદપુરના રાજપૂત સમાજના જશવંતસિંહ જવાનજી રાઠોડ જમ્મુ કાશ્મીર ખાતે માતૃભૂમિની રક્ષા કરવાની ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન જ પીંછવાડામાં ભેખડ ધસી પડવાના કારણે તેઓ શહિદ થયા હતા.

જવાનના શહિદ થયાની ખબર મળવાની સાથે જ ગામની અંદર શોકનો માહોલ પ્રસરી ઉઠ્યો હતો. શહીદ જવાન જશવંતસિંહની ઉંમર 30 વર્ષની હતી. તે પિતાની રાહ ઉપર જ દેશની રક્ષા કરવા માટે સૈન્યમાં જોડાયો હતો અને છેલ્લા 10 વર્ષથી ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યો હતો.

આજે શહીદને અંતિમ વિદાય આપવા માટે ગામની અંદર વેપાર ધંધા પણ બંધ રાખવામાં આવશે. સમગ્ર મેમદપુર ગામ જશવંતસિંહના શહિદ થવાની ખબરથી શોકમગ્ન બની ગયું છે. તો શહીદના પરિવારમાં પણ શોકનો માહોલ વ્યાપી ગયો છે.

Niraj Patel