વૉશિંગ મશીનના ડ્રાયરમાં ફસાઈ ગયું માસુમ બાળક, ચીસ સાંભળીને મમ્મી પણ ઉતાવળી દોડી, વીડિયો જોઈને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે… જુઓ

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો… મમ્મીની નજર હટતા જ બાળક ફસાઈ ગયું વૉશિંગ મશીનના ડ્રાયરમાં… મમ્મીએ બહાર કાઢવાના પ્રયત્નો કર્યા છતાં કઈ ના થયું અને પછી….. જુઓ વીડિયો

Baby stuck in washing machine dryer : નાના બાળકો ખુબ જ માસુમ હોય છે અને તે પોતાની માસુમિયતમાં જ ઘણીવાર એવી એવી હરકતો કરી બેસતા હોય છે જેના કારણે વાલીઓ પણ ચિંતામાં મુકાઈ જતા હોય છે. બાળકો જયારે કોઈ હરકત કરે છે ત્યારે તેમને પણ ખબર નથી હોતી કે તેઓ શું કરી રહ્યા છે. પરંતુ  તેના કારણે ઘણીવાર તેમના જીવ પણ જઈ શકતા હોય છે, આવા જ ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા હોય છે અને જેને જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય.

ડ્રાયરમાં ફસાયું બાળક :

ત્યારે હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક માસુમ બાળક વૉશિંગ મશીનના ડ્રાયરમાં ફસાઈ જાય છે. આ ઘટના ત્યારે બની જ્યારે બાળકની માતા કોઈ કામમાં વ્યસ્ત હતી અને બાળક નજીકમાં રમી રહ્યો હતો. જ્યારે મહિલાએ અચાનક બાળકની ચીસો સાંભળી, ત્યારે તે દોડી ગઈ અને બાળકને મશીનમાં ફસાયેલો જોઈને તેને ઝડપી બહાર કાઢવાનો પ્રયાસ કરવા લાગી. ઘણા પ્રયત્નો પછી પણ, જ્યારે મહિલા નિષ્ફળ ગઈ, ત્યારે તેણે સમય બગાડ્યા વિના ઇમરજન્સી સેવાઓને ફોન કર્યો.

ડ્રાયર કાપીને કાઢ્યું બહાર :

અગ્નિશમન દળના જવાનો તરત જ ત્યાં પહોંચ્યા હતા અને કલાકો સુધી પ્રયાસ કર્યા બાદ તેમણે બાળકને બચાવી લીધો હતો. ડેલી મિરરે તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ફાયર ફાઈટરોએ મશીનને સંપૂર્ણ રીતે ખોલીને ડ્રાયર બહાર કાઢ્યું છે જેમાં બાળક એવી રીતે ફસાઈ ગયું છે કે તેના હાથ-પગ જ બહાર દેખાય છે.  તે પછી, તેઓએ મશીનમાંથી ડ્રાયર કાપી અને બાળકને બહાર કાઢ્યું.

 

View this post on Instagram

 

A post shared by The Mirror (@dailymirror)

મોડું થયું તો બાળકનું બચવું હતું મુશ્કેલ :

વીડિયોમાં સમજી શકાય છે કે જો મદદ કરવામાં થોડો વધુ વિલંબ થયો હોત તો બાળકને બચાવવું અશક્ય હતું. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા એક બંધ કારની અંદરથી બાળકને બચાવવાનો વીડિયો વાયરલ થયો હતો. આ મામલો અમેરિકાનો હતો જેમાં એક વ્યક્તિએ હોટ કારમાં સંપૂર્ણપણે કેદ થયેલા બાળકને બહાર કાઢવા માટે કારનો કાચ તોડી નાખ્યો હતો.

Niraj Patel