આ મહિલાએ પોતાની પાલતુ શ્વાનનું ધામધૂમથી કર્યુ સીમંત, વીડિયો વાયરલ થતા જ લોકોએ કરી એવી એવી કોમેન્ટ કે… જુઓ વીડિયો

પોતાની પાલતુ શ્વાનના સીમંત માટે મહિલાએ બનાવ્યા ભાત ભાતના પકવાન, રીતિ રિવાજ સાથે કર્યું બેબી સાવર, વાયરલ થયો વીડિયો, જુઓ

આજના સમયમાં ઘણા બધા લોકો પોતાના ઘરમાં પાલતુ શ્વાન રાખતા હોય છે અને આ શ્વાનને તેઓ પોતાના પરિવારના સદસ્યની જેમ પ્રેમ પણ કરતા હોય છે, દરેક ખુશીઓના પ્રસંગમાં તેઓ શ્વાનને પણ સાથે રાખે છે, સોશિયલ મીડિયામાં તમે ઘણા વીડિયો પણ વાયરલ થતા જોયા હશે, જેમાં પોતાના પાલતુ પેટ્સ પ્રત્યેનો પ્રેમ પણ લોકો વ્યક્ત કરતા જોવા મળે છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

તમે અત્યાર સુધી કોઈ મહિલાના સીમંતની વિધિ જોઈ હશે, જેમાં ઘણી ધામધૂમ પણ જોવા મળે છે અને આ પ્રસંગ પણ કોઈ ઉત્સવની જેમ ઉજવાતો હોય છે, ત્યારે હાલ વાયરલ થઇ રહેલો વીડિયો કંઈક અનોખો છે, જેમાં એક મહિલા પોતાના પાલતુ શ્વાનનું સીમંત ઉજવતી જોવા મળી રહી છે. આ વીડિયોને આ શ્વાનની માલકીન સુજાતાએ જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

વીડિયોને શેર કરતા તેમણે કેપશનમાં લખ્યું છે, “મારી કયુટી માટે બેબી શાવર”. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મહિલાએ તેના પાલતુ શ્વાન માટે ભાત ભાતના પકવાન બનાવ્યા છે, તેની પાલતુ શ્વાનને નવા કપડાં પણ પહેરાવ્યા છે. આ મહિલાએ તેના પાલતુ શ્વાનને માથામાં ચાંદલો કર્યો છે અને પગમાં શુકનના રૂપે બંગળી પણ પહેરાવી છે. આ મહિલાએ થાળીમાં રહેલા અલગ અલગ પકવાનોને બહાર જઈને સ્ટ્રીટ ડોગને ખવડાવી દીધા.

 

View this post on Instagram

 

A post shared by Sujatha Bharathi (@suja_housemate)

હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને ઘણા લોકો પણ આ વીડિયોને લઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક પશુ પ્રેમીઓને આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે તો ઘણા લોકોને આ પસંદ ના આવ્યું અને કોમેન્ટમાં એમ પણ કહ્યું કે “આ બધું વ્યૂઝ મેળવવાનું નાટક છે.” થોડા દિવસ પહેલા જ શેર કરવામાં આવેલા આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે અને લાઈક પણ કરી રહ્યા છે.

Niraj Patel