વાળ કપાવતી વખતે રડી રહ્યો હતો બાળક, સેલુનવાળાએ એવુ ગીત ગાયું કે, લોકોએ કહ્યું, ‘સો સ્વીટ’

નાના બાળકનો આ Video જોઈને તમે હસવાનું નહીં રોકી શકો

મોટાભાગના નાના બાળકો તેમના વાળ કપાવતી વખતે રડે છે અથવા અસ્વસ્થ થઈ જાય છે. પછી તેમને હસાવવા અને આરામદાયક લાગે તે માટે, માતાપિતાએ ઘણા નાટકો કરવા પડે છે જેથી બાળક સરળતાથી વાળ કપાવી શકે. હેરકટ દરમિયાન હસાવવા માટે નાના બાળકનો ગીત ગાતો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જે લોકોને ખૂબ પસંદ પણ આવી રહી છે. @HopkinsBRFC21 નામના ટ્વિટર એકાઉન્ટએ આ 37 સેકન્ડની ક્લિપ પોસ્ટ કરી છે અને હવે વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કેસ વાળ કપાવતી વખતે નાનો બાળક ઘણો અસ્વસ્થ જણાય છે, થોડા જ સમયમાં બાળક મોટેથી રડવા લાગે છે ત્યાર બાદ સલૂનના લોકોએ તેને ખુશ કરવાનો નિર્ણય કર્યો અને બધાએ સાથે ગાવાનું શરૂ કર્યું. બાળકને હસાવવા માટે બધાએ સાથે મળીને ખુશીથી ગાયું. પછી બાળક પણ ગીત સાંભળીને શાંત થયું અને સલૂનનો માણસ આરામથી બાળકના વાળ કાપતો રહ્યો.

પોસ્ટના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, તેના વાળ કાપવામાં આવવાથી તે ખૂબ જ પરેશાન હતો, અને તેથી દરેક વ્યક્તિએ તેને વધુ આરામદાયક લાગે તે માટે એક ગીત ગાયું. આ વીડિયોને અત્યાર સુધીમાં 8 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકો વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું, બતાવેલી દયાને માપી શકાતી નથી. અન્ય એક યુઝરે લખ્યું, “આ ખૂબ સુંદર છે!”

Patel Meet