રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ 2 મોત : બાબરાનાં ફુલઝર ગામે પતિના હાર્ટ એટેકથી મોત બાદ પત્નીએ પણ 8 કલાકમાં છોડ્યો જીવ

પતિના અવસાન થતા  આઘાત સહન નહી થતા પત્નીનું નિધન, હૃદય ફેલ થઇ ગયું, ઓમ શાંતિ કેજો

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના ઘણા મામલા સામે આવે છે, ત્યારે હાલમાં બાબરા તાલુકાના ફુલઝર ગામેથી હાર્ટ એટેકનો બનાવ સામે આવ્યો, જેમાં 8 કલાકના જ અંતરાલમાં પતિ પત્નીના હાર્ટએટેકના કારણે મોત થયા. આ ઘટના બાદથી પરિવારમાં શોકનો માહોલ છે, ત્યારે હવે માતા-પિતાના નિધન બાદ એક પુત્ર અને બે પુત્રી નોધારા બન્યા છે.

સાંજ સમાચારના અહેવાલ અનુસાર, ફુલઝર ગામે રહેતા વનરાજભાઈ વાળા પોતાની શિમ વાડી વિસ્તારમાંથી સાંજના સમયે ઘરે આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ તેમને હાર્ટએટેક આવ્યો અને તેઓનું મોત થયુ. આ સમાચાર મળતાની સાથે જ પરિવાર દોડી ગયો અને રાત્રીના 12 કલાકે ભારે હૈયે તેમની અંતિમવિધિ આટોપવામાં આવી.

જો કે, તેમની અંતિમયાત્રા નીકળતા તેમના પત્ની વિરલબેન ભારે અધાતજનક સ્થિતિમાં મુકાતા તેમને ગોંડલ ખાતે હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા અને ત્યારે તેમનું પણ હદય બેસી જતા રસ્તામાં તેમનું નિધન થયુ હતુ. આ ઘટના બાદ પરિવાર કુદરતના ફેસલા સામે લાચાર બન્યો હતો અને તેમના સવારે અંતિમ સંસ્કાર કર્યા હતા.

Shah Jina