‘દંગલે કમાયા 2000 કરોડ પણ મારા પરિવારને માત્ર…’ 8 વર્ષ બાદ છલકાયુ બબીતા ફોગાટનું દર્દ

‘અમારા પરિવારને માત્ર આટલા રૂપિયા જ મળ્યા….’, દેશની સોથી વધારે કમાણી કરનારી ફિલ્મ ‘દંગલ’ પર બોલી બબીતા ફોગાટ

ઓલિમ્પિક ખેલાડી અને પહેલવાન વિનેશ ફોગાટે હાલમાં જ ‘દંગલ’ ફિલ્મને લઇને વાતચીત કરી. નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ આમિર ખાને કરી હતી જેણે દુનિયાભરમાં તાબડતોડ કમાણી કરી હતી. આજ સુધી દેશમાં સૌથી વધારે કમાણીનો રેકોર્ડ આ ફિલ્મ પાસે છે. જો કે જે પરિવાર પર આ ફિલ્મ બની તે આજસુધી મેકર્સથી નારાજ છે.

હાલમાં જ બબીતા ફોગાટે આના પર રિએક્ટ કર્યુ. તેણે જણાવ્યુ કે 2000 કરોડ રૂપિયા કમાવવા વાળી આ ફિલ્મથી તેમને આખરે કેટલા રૂપિયા મળ્યા. ફોગાટ ફેમીલી પર બનેલી દંગલ ફિલ્મમાં આમિર ખાન, ફાતિમા સના શેખ, સાક્ષી તંવર અને ઝાયરા વસીમ જોવા મળ્યા હતા, આ ફિલ્મ 2016માં આવી હતી. ઘણીવાર બબીતા અને તેનો પૂરો પરિવાર આ ફિલ્મ પર રિએક્ટ કરી ચૂક્યો છે, પણ એકવાર ફરી વર્ષ 2012ની વિશ્વ કુશ્તી ચેમ્પિયનમાં બ્રોન્ઝ મેડલ જીતનાર બબીતાએ દર્દ જતાવ્યુ.

એક ઇન્ટરવ્યુમાં બબીતા ફોગાટે આમિર ખાનની ફિલ્મ દંગલને લઇને કહ્યુ કે તેના પરિવારને માત્ર 1 કરોડ રૂપિયા જ મળ્યા હતા જ્યારે ફિલ્મે દુનિયાભરમાં 2000 કરોડ કમાયા હતા. દંગલમાં આમિર ખાને મહાવીર ફોગાટની મુખ્ય ભૂમિકા નિભાવી હતી, જેમણે તેમની દીકરીઓ ગીતા અને બબીતા ફોગાટને કુશ્તી રમવાનું શીખવ્યુ. કેવી રીતે સમાજથી લડાઇ લડી અને દીકરીઓને દુનિયાભરમાં કામયાબ બનાવી. આ ફિલ્મ ના માત્ર ઇમોશનલ પણ એક શાનદાર સ્પોર્ટ્સ કહાની હતી.

દંગલે દેશમાં 535 કરોડનું કલેક્શન કર્યુ હતુ, જ્યારે વર્લ્ડવાઇડ 2070 કરોડ રૂપિયા કમાયા હતા. 70 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે સૌથી વધારે બિઝનેસ ચીન બોક્સ ઓફિસ પર કર્યો હતો. માત્ર ચાઇનામાં જ આ ફિલ્મે 1305 કરોડ કમાયા હતા. આ સાથે આજે પણ આ ફિલ્મ દેશની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મનો રેકોર્ડ કાયમ કર્યો છે.

Shah Jina