ગઈકાલે ટી-20 વિશ્વ કપના સેમિફાઇનલના રોમાંચક મુકાબલામાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા આમને સામને ટકરાયા હતા. જેમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો, આખા વિશ્વ કંપની અંદર એક પણ હારનો સામનો ના કરનારી પાકિસ્તાનની ટીમની હાર થતા જ પાકિસ્તાની ચાહકોમાં નારાજગી પણ જોવા મળી હતી. આ સાથે જ પાકિસ્તાનનું વિશ્વ કપ જીતવાનું સપનું પણ અધૂરું રહી ગયું.
જો કે પાકિસ્તાનની હાર બાદ કપ્તાન બાબર આઝમની હિંમત નહોતી તૂટી. મેચ બાદ ડ્રેસિંગ રૂમમાં આપેલી તેની સ્પીચ દ્વારા આ વાત સ્પષ્ટ થતી જોવા મળી રહી છે. તેને કોઈ એક ખેલાડીના માથે હારનું ઠીકરું નથી ફોડ્યું અને સાથી ખેલાડીઓને પણ આમ ના કરવા વિશે જણાવ્યું હતું. જેનો વીડિયો પણ પીસીબી દ્વારા ટ્વીટર ઉપર શેર કરવામાં આવ્યો છે.
આઝમ જયારે ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો ત્યારે તેના ચહેરા ઉપર ઉદાસી જોવા મળી હતી. પરંતુ તેને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. પાકિસ્તાની કપ્તાને કહ્યું કેમ, “દુઃખ આપણને બધાને છે. આપણે શું ખોટું કર્યું, ક્યાં ભૂલ થઇ, આ કોઈ એક બીજાને નહીં જણાવીએ. કારણ કે આપણે બધા જાણીએ છીએ.”
તેને ખેલાડીઓને કહ્યું કે કોઈ કોઈને નહિ કહે કે તેની ભૂલ અથવા પેલાની ખામીથી આપણે હાર્યા છીએ. આપણે એક યુનિટની રીતે આપણી એકતાને બનાવી રાખવાની છે. આખી ટીમ ખરાબ રમી. એટલા માટે કોઈ કોઈ ઉપર આંગળી નહિ ઉઠાવે.” તેને એમ પણ કહ્યું કે, “હા, આપણે હારી ગયા છીએ. આપણે આ હારથી શીખીશું અને અહીંયાની ભૂલોને આગળ થવા વાળી સિરીઝ અને ટુર્નામેન્ટમાં નહિ દર્શાવીએ.”
Babar Azam, Saqlain Mushtaq and Matthew Hayden are proud of their side despite a five-wicket defeat in #T20WorldCup semi-final. pic.twitter.com/kAem5PrWjj
— Pakistan Cricket (@TheRealPCB) November 11, 2021
બાબર આઝમે આગળ જણાવ્યું કે, “બધાએ એક વાત ધ્યાન રાખવાની છે, આ જોડ જે આપણે બનાવ્યો છે, તે તૂટવો ના જોઈએ. એક હારથી આપણી યુનિટ તૂટવી ના જોઈએ. આપણે બધાએ આપણી ભૂમિકાને નિભાવી છે. પરિવાર જેવો માહોલ તૈયાર કર્યો છે. આ પરિણામથી આના ઉપર આંચ ના આવવી જોઈએ. પરિણામ આપણા હાથમાં નથી. પરંતુ આપણે સતત સારું પ્રદર્શન કરવાનું છે. તેના બાદ પરિણામ તેની જાતે જ આવવા લાગશે.”