પુતિન કરશે પુરી દુનિયા પર રાજ ! બાબા વેંગાએ દાયકાઓ પહેલા જ કરી દીધી હતી રૂસ-યુક્રેન યુદ્ધની ભવિષ્યવાણી

નાટોમાં સામેલ થવાના મુદ્દે રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકા અને નાટો દેશોની ધમકીઓને અવગણીને રશિયન સેનાએ યુક્રેન પર ભીષણ હુમલો કર્યો છે. આ યુદ્ધમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વર્ચસ્વ પર સમગ્ર વિશ્વની નજર છે. બદલાયેલી પરિસ્થિતિમાં દુનિયામાં એવી ચર્ચા ચાલી રહી છે કે શું રશિયા દુનિયાનું નવું સમ્રાટ બનવા જઈ રહ્યું છે. શું હવે અમેરિકા અને યુરોપ ખતમ થઈ જશે? રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે ફરી એકવાર બાબા વેંગાની ભવિષ્યવાણીની ચર્ચા તેજ બની રહી છે. જો આ ભવિષ્યવાણી પર વિશ્વાસ કરવામાં આવે તો યુક્રેન યુદ્ધ પછી પુતિન હવે વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિ બનવા જઈ રહ્યા છે અને રશિયા વિશ્વ પર રાજ કરશે.

બાબા વેંગાએ કહ્યું, “રશિયા સૌથી મોટી શક્તિ તરીકે ઉભરશે, બધું બરફની જેમ પીગળી જશે. માત્ર એક જ વસ્તુ જેને કોઈ સ્પર્શી શકશે નહીં – વ્લાદિમીર પુતિન અને રશિયાનું ગૌરવ… રશિયાને કોઈ રોકી શકશે નહીં.” બાબા વેંગાએ કહ્યું હતું કે યુરોપ પછી ઉજ્જડ ભૂમિ બની જશે. હવે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ યુરોપના અન્ય ભાગોમાં પણ ભડકે એવી દહેશત જોવા મળી રહી છે. જો આમ થશે તો વિશ્વમાં ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો ઉભો થશે. દુનિયામાં ત્રીજું વિશ્વ યુદ્ધ થાય કે ન થાય, યુક્રેનિયન યુદ્ધની અસર વૈશ્વિક સ્તર પર જોવા મળી રહી છે.

આ બધા વચ્ચે પ્રખ્યાત ફ્રેન્ચ ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસે વર્ષ 1555માં પોતાની ભવિષ્યવાણીમાં યુરોપમાં આ યુદ્ધ તરફ ઈશારો કર્યો હતો. પ્રખ્યાત ફ્રેન્ચ ભવિષ્યવેત્તા ‘માઇકલ ડી નાસ્ત્રેદમસ’ એ ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ 2022માં અણુબોમ્બ વિસ્ફોટ થશે. નાસ્ત્રેદમસે વિશ્વ વિશે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી જે આશ્ચર્યજનક છે. તેમણે તેમના પુસ્તક લેસ પ્રોફેટિસમાં આવી હજારો ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી મોટા ભાગની સાચી સાબિત થાય છે. દુનિયા નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ કરે છે, કારણ કે તેની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી છે.

નાસ્ત્રેદમસે વર્ષ 2022 માટે ઘણી ભવિષ્યવાણીઓ પણ કરી છે જે વિશ્વ માટે ખૂબ જ ડરામણી છે. વર્ષ 2022 માટે પોતાની ભવિષ્યવાણીમાં તેમણે પૃથ્વી પર વિનાશના સંકેત આપ્યા છે. તેમણે પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું છે કે વર્ષ 2022માં પરમાણુ બોમ્બ ફૂટશે. તેમણે કહ્યું છે કે આના કારણે વાતાવરણમાં ફેરફાર થશે અને પૃથ્વીની સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે. તેમણે પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું છે કે વર્ષ 2022માં મોંઘવારી બેકાબૂ બની જશે.

તેમણે કહ્યું છે કે વર્ષ 2022માં લોકો સોનું, ચાંદી અને બિટકોઈનને પ્રોપર્ટી તરીકે માનવા લાગશે. આમાં લોકો મોટા ભાગના પૈસા રોકાણ કરશે જે પૃથ્વી પર વિનાશ લાવશે. હવે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યા પછી પ્રખ્યાત ફ્રેન્ચ ભવિષ્યવેત્તા ‘માઈકલ ડી નોસ્ટ્રાડેમસ’ દ્વારા કરવામાં આવેલી આ ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ શકે છે.

Shah Jina