કોઇના બાપમાં દમ નથી જે મારી ધરપકડ કરી શકે- બાબા રામદેવ, જાણો સમગ્ર મામલો

યોગગુરુ રામદેવે એલોપૈથી પર આપેલ વિવાદિત નિવેદન પાછુ લઇ લીધા બાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન IMA અને ફાર્મા કંપનીઓને 25 સવાલ પૂછ્યા છે. રામદેવના આ સવાલોની સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઇ રહી છે. સોમવારે રાત્રે આ સવાલોને લઇને સમાચાર ચેનલો પર IMAના સભ્ય અને રામદેવ વચ્ચે ચર્ચા પણ થઇ હતી.

આ પહેલા રવિવારે સાંજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને રામદેવને ચિઠ્ઠી લખીને એલોપૈથી વિરોધી નિવેદન પાછુ લેવા કહ્યુ હતુ. આ બાદ રામદેવે તેમનુ નિવેદન પાછુ લઇ ખેદ પણ જતાવ્યો હતો, જે પોસ્ટ તેમણે ટ્વીટર પર શેર કરી હતી.

રામદેવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં બાબા રામદેવ બોલી રહ્યા છે કે, કોઇના બાપમાં દમ નથી જે રામદેવને અરેસ્ટ કરી શકે. સોશિયલ મીડિયાા પર શોર મચાવે છે કે, અરેસ્ટ કરો, કયારેક કંઇ ચલાવે છે અને કયારેક કંઇક બીજુ. કયારેક ચલાવે છે ઠગ રામદેવ, કયારેક મહાઠગ રામદેવ, અરેસ્ટ રામદેવ કેટલાક લોકો ચલાવે છે ચલાવવા દો તેમને.

સોશિયલ મીડિયા પર #arrestbabaramdev ટ્રેંડ થવા પર એક ઓનલાઇન મીટીંગ દરમિયાન બાબા રામદેવે આ નિવેદન આપ્યુ હતુ, વીડિયો વાયરલ થઇ રહ્યો છે જો કે, આ વીડિયોની પુષ્ટિ ગુજ્જુરોક્સ કરતુ નથી.

Shah Jina