નવી નવેલી લેન્ડ રોવર ડિફેંડર ચલાવતા જોવા મળ્યા યોગગુરુ બાબા રામદેવ, કિંમત જાણી આંખોના ડોળા બહાર આવી જશે

બાબા રામદેવનો લેન્ડ રોવર ડિફેંડર 130 ચલાવતો વીડિયો વાયરલ, લોકો બોલ્યા- બાબાજી સ્વદેશી અપનાવો

Baba Ramdev Land Rover: બાબા રામદેવ માત્ર યોગગુરુ અને મોટા બિઝનેસમેન નથી, પરંતુ તેઓ વાહનોના પણ ખૂબ શોખીન છે. તેમના કાફલામાં અલગ-અલગ કિંમતના અનેક વાહનો છે. થોડા દિવસો પહેલા તેમણે Mahindra XUV 700 SUV ખરીદી હતી અને હવે તે લેન્ડ રોવર ડિફેન્ડર 130 કાર ચલાવતા જોવા મળ્યા. જણાવી દઈએ કે આ વાહનની કિંમત 1.41 કરોડ રૂપિયા જેટલી છે. સોશિયલ મીડિયા વેબસાઈટ ઈન્સ્ટાગ્રામ પર એક પેજ દ્વારા તેમનો વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે, જેમાં બાબા રામદેવ લાલ રંગની લેન્ડ રોવર ડિફેન્ડર 130 ચલાવતા જોવા મળી રહ્યા છે.

બાબા રામદેવનો લેન્ડ રોવર ડિફેંડર 130 ચલાવતો વીડિયો થયો વાયરલ
આ કાર એકદમ નવી છે, જો કે આ કાર બાબા રામદેવની છે કે નહીં તેની પુષ્ટિ થઈ શકી નથી. બાબા રામદેવને આ કાર ચલાવતા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. જણાવી દઈએ કે લેન્ડ રોવર ડિફેન્ડર ભારતીય માર્કેટમાં ત્રણ વર્ઝનમાં આવે છે – ડિફેન્ડર 90, ડિફેન્ડર 110 અને ડિફેન્ડર 130. લેન્ડ રોવરની ભારતીય લાઇનઅપમાં ડિફેન્ડર 130 સૌથી મોંઘા વાહનોમાંનું એક છે. ડિફેન્ડર 130 બે એન્જિન વિકલ્પો – P400 પેટ્રોલ અને P300 ડીઝલ સાથે ઉપલબ્ધ છે.

લેન્ડ રોવર ડિફેંડર 130ના ફિચર્સ
P400 હળવી-હાઇબ્રિડ ઇન્જેનિયમ મોટર મહત્તમ 400 PS પાવર આઉટપુટ અને 550 Nm પીક ટોર્ક વિકસાવવા માટે 6-સિલિન્ડર લેઆઉટને સપોર્ટ કરે છે. લેન્ડ રોવર D300 6-સિલિન્ડર ડીઝલ એન્જિનનો વિકલ્પ આપે છે, જે મહત્તમ ટોર્કના 650 Nm સામે 300 PS ઉત્પન્ન કરે છે. તે 8-સીટર SUV છે, જે ભારતીય બજારમાં અત્યાર સુધીની સૌથી મોટી 3-રો કાર છે. ડિફેન્ડર 110ની તુલનામાં, તેની લંબાઈ 340 mm વધી છે, જે અંદરની જગ્યા વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત, ડિફેન્ડર 130ને સ્ટાન્ડર્ડ તરીકે પેનોરેમિક સનરૂફ મળે છે, સાથે ત્રીજી હરોળની ઉપર બીજું સનરૂફ મળે છે.

લોકોએ આપી આવી પ્રતિક્રિયા
બાબા રામદેવની માલિકીની અન્ય કારની વાત કરીએ તો રીપોર્ટ્સ અનુસાર, તેમના ગેરેજમાં લેન્ડ રોવર ડિસ્કવરી, રેન્જ રોવર ઇવોક, મહિન્દ્રા સ્કોર્પિયો, મહિન્દ્રા XUV700 અને Jaguar XJL છે.જો કે, બાબા રામદેવનો લેન્ડ રોવર ચલાવતો વીડિયો વાયરલ થયા બાદ યુઝર્સ વિવિધ રીતે કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘યોગ ગુરુ કાર ગુરુ બન ગયે’. અન્ય એક યુઝરે લખ્યુ ‘બાબા જી સ્વદેશી અપનાઓ’ બીજા એક યુઝરે કમેન્ટ કરી કે પતંજલિ CNG કિટ ટૂંક સમયમાં માર્કેટમાં આવી રહી છે. જણાવી દઈએ કે, યોગ ગુરુ બાબા રામદેવ કરોડોની સંપત્તિના માલિક છે.

Shah Jina