લગ્ન બાદ નણંદ અર્પિતા ખાન પર પ્રેમ લૂંટાવતી જોવા મળી અરબાઝની દુલ્હન, સૌતેલા દીકરા અરબાન સાથે પણ આપ્યો પોઝ- જુઓ તસવીરો
બોલિવુડ એક્ટર અરબાઝ ખાને ગત રવિવારે શૂરા ખાન સાથે નિકાહ કર્યા. બંનેના લગ્નની ઘણી તસવીરો અત્યાર સુધી સામે આવી ચૂકી છે. ત્યારે લગ્ન બાદ હવે અરબાઝના બનેવી અને અર્પિતા ખાનના પતિ આયુષ શર્માએ કેટલીક તસવીરો શેર કરી છે, જે વાયરલ થઇ રહી છે.
એક્ટર અને ફિલ્મ મેકર અરબાઝ ખાને 24 ડિસેમ્બરે મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે નિકાહ કર્યા હતા. બંનેના નિકાહ પૂરા ખાન પરિવારની હાજરીમાં થયા હતા. ત્યારે હવે એક્ટર આયુષ શર્માએ કેટલીક ના જોયેલી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં શૂરા ખાન નાની નણંદ અર્પિત ખાન પર પ્રેમ લૂંટાવતી જોવા મળી રહી છે.
આ સિવાય એક તસવીરમાં શૂરા મ્યુઝિક પર થિરકતી પણ જોવા મળી. તેના ચહેરા પર લગ્નની ખુશી સ્પષ્ટ દેખાઇ રહી છે. આ દરમિયાન તેણે સૌતેલા દીકરા અરહાન ખાન સાથે પણ પોઝ આપ્યો. અર્પિતા અને શૂરાની બોન્ડિંગ લોકોનું ધ્યાન ખેંચી રહી છે.
ત્યાં વેડિંગની એક તસવીરમાં સલમાન ખાનની બંને બહેનો પણ એકસાથે પોઝ આપતી નજર આવી. અરબાઝ અને શૂરાએ વેડિંગ માટે એક જેવા કલરનો આઉટફિટ કેરી કર્યો હતો. બંનેની જોડી પર ચાહકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે.