કોરોનાથી બચાવ માટે હેલ્થ એક્સપર્ટ્સ બધાને કોવિડ-19 ઉપયુક્ત વ્યવહાર અપનાવવાની સલાહ આપી રહ્યા છે. આ ઉપરાંત સંક્રમણથી બચવા અને ઇમ્યુનિટી વધારવા પર જોર આપવામાં આવે છે. (બધી તસવીરો પ્રતિકાત્મક છે)
આયુષ મંત્રાલયે કોરોનાથી બચાવ માટે કેટલાક ઉપાય જણાવ્યા છે. જે ઇમ્યુનિટી વધારવાનું કામ કરી શકે છે. આ ઉપાયોને આયુર્વેદમાં કારગર માનવામાં આવે છે. તો, ચાલો જાણીએ તેના વિશે…
દિવસમાં કેટલીક વાર ગરમ પાણી પીવુ. સવારે સાંજે ગરમ પાણીમાં ચપટી મીઠું અને હળદર નાખી કોગળા કરવા.
ઘરમાં બનેલો તાજો અને સરળતાથી પચાવી શકાય તેવો ખોરાક લેવો. ખાવામાં જીરુ, ધાણા, હળદર, સૂઠ અને લસણનો ઉપયોગ જરૂરથી કરવો. રોજ લગભગ 30 મિનિટ યોગ અને પ્રાણાયામ જરૂર કરો. આનાથી ઇમ્યુનિટી બુસ્ટ થવા સાથે સાથે કેટલીક બીમારીઓ દૂર રહેશે.
ઇમ્યુનિટી મજબૂત કરવા માટે દિવસમાં લગભગ 2 વાર હર્બલ ટી પીવો, ઉકાળો બનાવવા માટે 150 એમએલ પાણીમાં તુલસી, દાલચીની, આદુ, કાલી મિર્ચ નાખી તેનો ઉકાળો બનાવો. તેમાં સ્વાદ માટે તમે ગોળ કે મધનો ઉપયોગ કરી શકો છો.
સવાર સાંજ નાકમાં તલનું તેલ, નારિયેળનું તેલ કે ગાયનું ઘી નાખો. સૂકા કફથી રાહત માટે પાણીનો બાફ લો. સાદુ પાણી કે ફુદીનાના પત્તાં, અજમો અને કપૂર નાખી પણ બાફ લઇ શકો છો. દિવસમાં સૂવાથી બચો અને રાતમાં 7-8 કલાકની સારી ઊંઘ લો.
ઇમ્યુનિટી વધારવા માટે સવાર સાંજ ખાલી પેટ નવસેકા પાણી સાથે ચ્યવનપ્રાશ લો.