રજિસ્ટ્રેડ લગ્ન બાદ હવે ધામધૂમથી ઉદેપુરમાં લગ્ન કરવા માટે નીકળી પડી આમિર ખાનની દીકરી અને જમાઈ, જુઓ કેવો હશે લગ્નનો તામઝામ

3 દિવસ સુધી ઉદેપુરની આ ભવ્ય હોટલમાં ચાલશે આમિર ખાનની લાડલીના શાહી લગ્નના પ્રસંગો, 250થી વધુ લોકો રહેશે હાજર, જુઓ કેવી ચાલે છે તૈયારીઓ

Ayra Will Get Married In Udaipur : બોલીવુડના દિગ્ગજ અભિનેતા આમિર ખાનની દીકરી આયરાએ 3 જાન્યુઆરીએ બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે લગ્ન કર્યા હતા. આ દરમિયાન બંનેના પરિવારના સભ્યો અને મિત્રોએ ભાગ લીધો હતો. હવે આયરા ખાન અને નુપુર શિખરેએ ઉદયપુરમાં શાહી લગ્ન કરવાનું નક્કી કર્યું છે. જેના માટે દંપતી પરિવાર સાથે ઉદયપુર પહોંચી ગયું છે. આયરા ખાન અને નુપુર શિખરેએ 3 જાન્યુઆરીએ કોર્ટ મેરેજ કર્યા હતા.

ઉદેપુરમાં કરશે ધામધૂમથી લગ્ન :

આયરા ખાન અને નુપુર શિખરેના લગ્ન ઉદયપુરની ફાઈવ સ્ટાર હોટેલ તાજ અરાવલીમાં થશે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.  લગ્ન માટે 5 સ્ટાર હોટલના 176 રૂમ બુક કરવામાં આવ્યા છે.  આયરા ખાન અને નુપુર શિખરેના લગ્નને લઈને કેટલીક વિગતો સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ભવ્ય લગ્ન માટે શાહી વ્યવસ્થા કરવામાં આવી છે. આમિર ખાન આજે ઉદયપુર પહોંચી રહ્યો છે. અહીં આવ્યા બાદ તે લગ્નની તમામ તૈયારીઓ અને સંપૂર્ણ વ્યવસ્થા જોવાના છે. તે જ સમયે, 7 જાન્યુઆરીથી મહેમાનોની અવરજવર શરૂ થશે.

3 દિવસ સુધી ચાલશે કાર્યક્રમો :

જણાવવામાં આવી રહ્યું છે કે આયરા અને નૂપુરના શાહી લગ્ન 8 જાન્યુઆરીએ ઉદયપુરની તાજ અરવલી હોટલમાં થશે અને લગ્નના તમામ ફંક્શન 10 જાન્યુઆરી સુધી ચાલશે. પોતાની દીકરીના લગ્નને ખાસ બનાવવા માટે આમિર ખાને ઉદયપુરની હોટેલ તાજ અરાવલી પસંદ કરી છે, જેના માટે તેણે 176 રૂમ બુક કરાવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લગ્નમાં 250 મહેમાનો સાથે ઘણા હાઈપ્રોફાઈલ લોકો ભાગ લેશે. ઉદયપુરમાં યોજાનારા આ શાહી લગ્ન આ વર્ષના પ્રથમ શાહી લગ્ન છે.

13 તારીખે યોજાશે રિસેપશન :

આ લગ્ન બાદ મુંબઈમાં રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ફંક્શન 13 જાન્યુઆરીના રોજ મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં થવા જઈ રહ્યું છે, જેમાં બોલિવૂડની ઘણી હસ્તીઓ ભાગ લેશે. આ લગ્નમાં આવનારા મહેમાનો માટે ‘નો ગિફ્ટ પોલિસી’ છે, એટલે કે લગ્નમાં આવનારા તમામ મહેમાનો વર-કન્યા માટે કોઈ ગિફ્ટ લાવશે નહીં અને માત્ર આશીર્વાદ આપશે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

Niraj Patel