મુંબઇમાં રામભક્તોએ બનાવી દીધુ અયોધ્યા જેવું રામ મંદિર, સોશિયલ મીડિયા પર વીડિયોએ મચાવી ધમાલ

મુંબઇમાં અયોધ્યા જેવું રામ મંદિર, સોશિયલ મીડિયા પર છવાઇ ગયો વીડિયો

અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાની પ્રતિમા સ્થાપિત થઇ ચૂકી છે. પણ તમને જણાવી દઇએ કે, મુંબઇના ઓશિવારામાં પણ અયોધ્યા જેવું હૂબહુ રામ મંદિર બનાવવામાં આવ્યુ છે. આ મંદિરમાં પણ ભગવાન શ્રીરામને વિરાજમાન કરવામાં આવશે. હાલમાં આના નિર્માણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ઓશિવારામાં મંદિરના નિર્માણનું કામ ઘણા સમયથી ચાલી રહ્યુ છે.

અયોધ્યા જેવું રામ મંદિર મુંબઇમાં 

જેનો વીડિયો ટ્વિટર પર MUMBAI NEWS નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે, જેના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે- જોગેશ્વરી પશ્ચિમમાં ઓશિવારા મેટ્રો સ્ટેશન પાસે, મ્હાડા ગ્રાઉન્ડમાં નિર્માણાધીન અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ. આ ક્લિપમાં મંદિરની ઝલક અને નારિયળ ફોડી નિર્માણનો શુભારંભ કરતા જોઇ શકાય છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, આ મંદિરનું નિર્માણ ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રના ઉત્તર ભારતીય મોર્ચાના અધ્યક્ષ સંજય પાંડેએ કરાવ્યુ છે.

સંજય પાંડેએ કરાવ્યુ નિર્માણ 

આમાં અયોધ્યા રામ મંદિરની માટી અને સરયૂનું જળ પણ લાવવામાં આવ્યુ છે. રામ મંદિરને લઇને ભક્તોમાં જબરદસ્ત ઉત્સાહ અને જોશ છે. શ્રદ્ધાળુઓનું કહેવુ છે કે જો તે અયોધ્યા નહિ જઇ શકે, તો અહીં આવી રામલલાના દર્શન કરી લેશે. અયોધ્યામાં ગઇકાલે ઘણા વર્ષોની રાહ ખત્મ થઇ ગઇ. રામલલાની પ્રતિમાને મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી. આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ દેશભરમાં કરવામાં આવ્યુ.

આ અવસર પર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સંઘ પ્રમુખ મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા હતા. દેશભરની સ્કૂલો અને કોલેજ તેમજ ઓફિસોમાં અવકાશ ઘોષિત કરવામાં આવ્યુ હતુ. જો કે, આકસ્મિક સેવાઓ સુચારુરૂપથી ચાલુ રહી.

Shah Jina