અભિનેત્રી આયશા ટાકિયાને પહેલા પણ સસરા અબુ આઝમીના કારણે થવું પડ્યું હતું શર્મિંદા, આ હતો સમગ્ર મામલો

સસરા અબુ આઝમીના નિવેદન ઉપર બોલી હતી આયશા ટાકિયા, “હું અને મારો શોહર ખુબ જ શર્મિંદા છીએ !” જાણો

બૉલીવુડ અભિનેત્રી આયેશા ટાકિયા છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. પરંતુ તેની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે તે અવારનવાર ચર્ચામાં આવે છે. તાજેતરમાં તે  તેના કારણે નહિ પરંતુ તેના સસરા અને સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અને પ્રખ્યાત નેતા અબુ આઝમીના વાહિયાત નિવેદનના કારણે ચર્ચામાં છે.

પરંતુ આ પહેલીવાર નથી જ્યારે અભિનેત્રી આયેશા ટાકિયા અબુ આઝમીના કારણે ફરી ચર્ચામાં આવી હોય, આ પહેલા પણ વર્ષ 2014માં તેના સસરાએ મહિલાઓને લઈને આવું જ એક નિવેદન આપ્યું હતું, જેના બાદ આયેશાએ ટ્વીટ કરીને ખુલાસો પણ કરવો પડ્યો હતો.

મહિલાઓ અને છોકરીઓ વિશે રાજકારણીઓની જીભ લપસી જતા વાર નથી લાગતી. હાલમાં જ આયેશા ટાકિયાના સસરા અને સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મુંબઈના શિવાજી નગરના ધારાસભ્ય અબુ આઝમીનું કહેવું છે કે, “માતા અને પુત્રીએ ઘરમાં એકલા ન હોવા જોઈએ કારણ કે ક્યારેક શેતાન સવાર થઇ શકે છે.” ત્યારે આયેશા ટાકિયા અબુની વહુ છે જેના કારણે લોકો તેને પણ ટ્રોલ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે 23 વર્ષની ઉંમરે આયેશાએ તેના બોયફ્રેન્ડ ફરહાન આઝમી સાથે 1 માર્ચ 2009ના રોજ મુંબઈમાં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા આયેશા અને ફરહાન લગભગ 4 વર્ષ સુધી ડેટ કરતા હતા. ફરહાન સમાજવાદી પાર્ટીના અગ્રણી નેતા અબુ આઝમીનો દીકરો છે.

આયેશા ટાકિયાના સાસરિયાઓ રાજનીતિક બેકગ્રાઉન્ડમાંથી આવે છે. વર્ષ 2014માં અબુ આઝમીએ મહિલાઓને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જે મહિલાઓ સહમતિ વિના કે સંમતિ વિના સંબંધ બનાવે છે, તેમને ફાંસી આપવામાં આવે. સસરાના આ નિવેદન બાદ આયેશાને ખૂબ જ શરમ અનુભવવી પડી હતી.

આયશા અને તેના પતિ ફરહાન આઝમીએ અબુના આ નિવેદનની નિંદા કરી હતી. આયેશાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, જો મારા સસરાનું નિવેદન મીડિયામાં આવ્યું છે, જો તે સાચું છે, તો હું અને ફરહાન તેનાથી ખૂબ જ શરમ અનુભવીએ છીએ. અમારી પાસે આવી માનસિકતા નથી. આ મહિલાઓનું અપમાન છે.

Niraj Patel