હાલમાં જ મુંબઇમાં એક નાની બાળકી તારા કામત માટે જે ઇંજેક્શન મંગાવ્યુ હતું તેના પર ટેક્સની છૂટ મળ્યા બાદ બે વર્ષના એક બાળકનું જીવન બચાવવા માટે તેના માતા-પિતાને એક ઉમ્મીદ મળી છે.
અયાંશ નામના આ બાળકને SMA સ્પાઇનલ મસ્કુલર એટ્રોફી ચાઇપ 1 માટે સારવાર કરાવાની છે અને તેની માતા રૂપલ હૈદરાબાદમાં એક આઇટી કંપનીમાં કામ કરે છે અને તે તેના દીકરાની દિવસ રાત સારવાર કરે છે. રૂપલના પતિ યોગેશ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. અને દીકરા માટે તે સારવારનો ખર્ચ પૂરો કરવા માટે અસમર્થ છે.
અયાંશ લગભગ 13 મહિનાનો હતો ત્યારે તેની આ બિમારીની તેના માતા-પિતાને જાણ થઇ હતી. તેની ઘરે જ સારવાર ચાલી રહી છે. હૈદરાબાદના એક પ્રાઇવેટ હોસ્પિટલના ડોકટર્સ તેની દેખરેખ રાખી રહ્યા છે. એક બ્રાંડ નામથી મળતી આ દવાનો ઉપયોગ સ્પાઇનલ મસ્કુલર એટ્રોફીની સારવાર માટે થાય છે.
આ દુનિયાની સૌથી મોંધી દવાઓમાંની એક છે. સારવાર માટે 16 કરોડ રૂપિયાની જરૂરીયાત છે ટેક્ષ બાદ કરતા અને તે અત્યાસુધી ક્રાઉડ ફંડિંગ ના માધ્યમથી 1.35 કરોડ રૂપિયા જ એકઠા કરી શક્યાં છે અને હજુ તેના માં બાપ અયાંશને જલ્દી સાજો થાય એ માટે લોકો ને બને એટલો સાથ આપવાની વિનંતી કરી રહ્યાં છે.