કેએલ રાહુલ બાદ વધુ એક ભારતીય ક્રિકેટર બંધાયો લગ્નના બંધનમાં, ધામધૂમથી નીકળી દુલ્હાની જાન, તસવીરો અને વીડિયો આવ્યા સામે

મેહા પટેલ ની અદાઓ પર ક્લીન બોલ્ડ થયો અક્ષર પટેલ, લગ્નમાં ખૂબ નાચ્યો ક્રિકેટર- જુઓ વીડિયો અને તસવીરો

ભારતીય ક્રિકેટ જગતમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. 23 જાન્યુઆરીના રોજ ભારતનો સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી સાથે લગ્નના બંધનમાં બંધાયો હતો અને હવે રાહુલ બાદ સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. અક્ષરે તેની મંગેતર મેહા પટેલ સાથે 26 જાન્યુઆરીએ ફેરા ફર્યા હતા.

રીપોર્ટ્સ અનુસાર, અક્ષર પટેલે ગુરુવારે ગુજરાતના વડોદરામાં લગ્ન કર્યા હતા. અક્ષરની જાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વરરાજા બનેલા અક્ષર પટલ ધામધૂમથી જાન લઇને મેહાને પોતાની દુલ્હનિયા બનાવવા ગયો હતો. અક્ષર અને મેહાની મહેંદી અને હલ્દીની વિધિની પણ કેટલીક તસવીરો વાયરલ થઈ હતી.

અક્ષર પટેલના લગ્નમાં ઘણા ભારતીય ક્રિકેટરોએ પણ હાજરી આપી હતી. અક્ષર પટેલની જાન વેડિંગ વેન્યુ પર પહોંચ્યા બાદ મેહા પણ ડાન્સ કરતી જોવા મળી હતી. ભારતીય ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ અને પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે પણ અક્ષર પટેલના લગ્નમાં હાજર રહ્યા હતા. જણાવી દઇએ કે અક્ષર પટેલ અને મેહા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. મેહા અને અક્ષરની સગાઈ ગયા વર્ષે જ થઈ હતી અને હવે બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.

મેહા પટેલ વ્યવસાયે ન્યુટ્રિશનિસ્ટ અને ડાયટિશિયન છે. તે સોશિયલ મીડિયા પર ડાયટ પ્લાન પણ શેર કરે છે. અક્ષર પટેલ અને મેહા ઘણી વખત સાથે રજાઓ ગાળતા પણ જોવા મળ્યા છે. તાજેતરમાં બંને અમેરિકા પણ ગયા હતા. મેહાએ અક્ષર પટેલ માટે અક્ષ નામનું ટેટૂ પણ બનાવ્યું છે. મેહા પટેલને રીલ્સ બનાવવાનો પણ ઘણો શોખ છે.

તે ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ શેર કરતી રહે છે. આ વર્ષની શરૂઆતમાં અક્ષર પટેલે શ્રીલંકા સામે T20 અને ODI મેચોની શ્રેણી રમી હતી, જેમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. જોકે ભારતીય ટીમે હાલમાં જ ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં ક્લીન સ્વીપ કરીને જીત મેળવી હતી.

હવે ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝ રમાશે. અક્ષરે લગ્ન માટે આ બંને શ્રેણીમાંથી બ્રેક લીધો છે. રવીન્દ્ર જાડેજાના ઇજાગ્રસ્ત થયા બાદ અક્ષર પટેલ સતત ભારતીય ટીમનો ભાગ રહ્યો છે. પોતાની બોલિંગ માટે ચર્ચામાં રહેનાર અક્ષરે તેની બેટિંગથી બધાને ઘણા પ્રભાવિત કર્યા.

લગ્ન બાદ અક્ષર પટેલ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝથી ટીમ ઇન્ડિયામાં વાપસી કરશે. જો કે, રવીન્દ્ર જાડેજા ફિટ થઇ ગયા છે અને આવનાર સમયમાં અક્ષર માટે ભારતીય ટીમમાં તેની જગ્યા બનાવી રાખવી સરળ નહિ હોય.

Shah Jina