વાયરલ

સામેથી આવી રહેલા જંગલી આખલાએ રિક્ષાને એવી અડફેટે લીધી કે વીડિયો થઇ ગયો વાયરલ, લોકોએ કહ્યુ- બ્રહ્માસ્ત્રનું નંદી અસ્ત્ર…

જંગલી આખલાએ એક ટક્કરમાં જ રિક્ષાને હવામાં ઉછાળી, વીડિયો જોઇ લોકો બોલ્યા- આ બ્રહ્માસ્ત્રનું નંદી અસ્ત્ર છે

સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનું મોટુ પ્લેટફોર્મ બની ગયુ છે. લગભગ દરરોજ અલગ અલગ સો.મીડિયા પ્લેટફોર્મ પર અલગ અલગ વીડિયો વાયરલ થતા રહે છે, જેમાંના કેટલાક ફની તો કેટલાક ચોંકાવનારા હોય છે. ત્યારે હાલમાં એક વીડિયો ટ્વીટર પર સામે આવ્યો છે, જેમાં એક આખલો એક રિક્ષાને એવી જોરદાર ટક્કર મારે છે કે રિક્ષા હવામાં ઉછળે છે. આ ચોંકાવનારો વીડિયો કેરળના પથાનમથિટ્ટા જિલ્લાની જણાવવામાં આવી રહ્યો છે. જ્યાં રાત્રી દરમિયાન પાલપલ્લી વચ્ચેના સબરીમાલા રોડ પરથી કેટલાક વાહનો પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે એક જંગલી આખલાને રસ્તા પર ઊભેલો જોયા

અને ઓટો રિક્ષા સહિતના અન્ય વાહનો થંભી ગયા. પરંતુ અચાનક આખલો વાહનો તરફ દોડવા લાગ્યો અને આ જોઈને ઓટો ચાલક અને કાર ચાલક તરત જ વાહનને પાછળ વાળવા લાગ્યા પરંતુ આખલો એવી ઝડપથી આવે છે અને ઓટોરિક્ષાને એટલી જોરથી ટક્કર મારે છે કે તે હવામાં ઉડી જાય છે. તેની આ શક્તિને જોઈને લોકો તેને રણબીર-આલિયાની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં બતાવેલ ‘નંદી અસ્ત્ર’ સાથે જોડીને જોઈ રહ્યા છે. હવે આ ચોંકાવનારી ક્લિપ ટ્વિટર પર ચર્ચાનો વિષય બની છે. આ વાયરલ ક્લિપમાં આપણે જોઈ શકીએ છીએ કે રાત્રિના સમયે જંગલની વચ્ચે હાજર રસ્તા પરથી કેટલાક વાહનો પસાર થઈ રહ્યા છે.

તેમાં એક ઓટો રિક્ષા અને એક કારનો સમાવેશ થાય છે. આ વીડિયો કારમાંથી શૂટ કરવામાં આવ્યો છે. ઓટો ચાલક આખલાને રસ્તા પર જોતાની સાથે જ પોતાની જગ્યાએ અટકી જાય છે. પરંતુ આખલો રિક્ષા પર હુમલો કરી દે છે. તે ઝડપથી દોડતો આવે છે અને શીંગડાથી ઓટો રિક્ષાને એટલી જોરથી ટક્કર મારે છે કે રિક્ષા હવામાં ઉછળે છે. જો કે, આખલો ફરીથી રિક્ષા પર હુમલો કરવા આવે છે. પરંતુ કોઈક રીતે ઓટો ડ્રાઈવર દૂર થઈ જાય છે. આ પછી ક્રોધિત આખલો જંગલમાં ભાગી જાય છે. આ વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો અને લખવામાં આવ્યુ હતું કે, આખલાને ઓછો આંકવાની ભૂલ ક્યારેય ન કરો.

તેમનાથી અંતર રાખો, નહીં તો તે જીવલેણ બની શકે છે. આ વીડિયોને લાખો વ્યૂઝ અને હજારો લાઈક્સ મળી ચૂકી છે. તેમજ સેંકડો યુઝર્સ આ અંગે પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. કેટલાક યુઝર્સ આ સીન જોઈને ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના નંદી અસ્ત્રનો સીન યાદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં 5 અસ્ત્ર (વાનર અસ્ત્ર, નંદી અસ્ત્ર, પ્રભાસ્ત્ર, અગ્નિ અસ્ત્ર, બ્રહ્માસ્ત્ર) બતાવવામાં આવ્યા છે, જેમાંથી લોકો આ આખલા દ્વારા જે હુમલો કરવામાં આવ્યો તેને નંદી અસ્ત્ર કહી રહ્યા છે.