ગુજરાતી છોકરી સાથે લગ્ન કરવા જાન આવી છેક ઓસ્ટ્રેલિયાથી, ધામધૂમથી લગ્ન લેવાયા, ભૂરિયાઓ પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા.. જુઓ કેવી હતી આ લગ્નની જમાવટ

કાઠિયાવાડી ગર્લફ્રેન્ડનું સપનું પૂરું કરવા પર દુલ્હો ટોબન  છેક ઓસ્ટ્રેલિયાથી ગીરમાં પરણવા આવ્યો, જુઓ ધમાકેદાર તસવીરો

દેશભરમાં હાલ લગ્નની ધૂમ મચી રહી છે. ઠેર ઠેર ઘણા બધા લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે અને આ દરમિયાન કેટલાક અનોખા લગની ખબરો પણ સામે આવી રહી છે. છેલ્લા થોડા સમયમાં ઘણા બધા વિદેશી મુરતિયાઓ અને જાન જોડીને ભારતની યુવતીઓ સાથે લગ્ન કરવા માટે આવ્યા છે તો ઘણી વિદેશી કન્યાઓ પણ સાત સમુદ્ર પાર પોતાના મનના મણિધરને પામવા માટે આવી ગઈ છે.

ત્યારે હાલમાં જ ગીરમાં પણ ઓસ્ટ્રેલિયાથી જાન આવી અને ગુજરાતની યુવતી સાથે ધામધૂમથી આ ઓસ્ટ્રેલિયન યુવકના લગ્ન થયા હતા. વિદેશી યુવક અને યુવતીએ ગીરમાં આવેલા એક પ્રખ્યાત રિસોર્ટમાં ફેરા ફર્યા અને ધામધૂમથી તેમના લગ્ન હિન્દૂ રીતિ રિવાજ સાથે સંપન્ન થયા હતા. યુવતી મૂળ ગુજરાતી છે અને તેના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયામાં જ રહે છે પરંતુ લગ્ન માટે તેઓ ખાસ ગુજરાત આવ્યા.

જૂનગાઢ જિલ્લાના માંગરોળમાં રહેતા ફીગેનભાઈ નાગર અને તેમનો પરિવાર વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયો છે. તેમની દીકરી નમીની સગાઈ મૂળ ઓસ્ટ્રેલિયાના જ ટોબન સાથે થઇ હતી. સગાઈ બાદ બંને પરિવાર ખુબ જ ખુશ હતા. સગાઈ બાદ દિગેનભાઈની ઈચ્છા દીકરીના લગ્ન ગુજરાતમાં જ થાય એવી હતી જેના કારણે તેમને ટોબનના પરિવારને પણ વાત કરી અને તે પણ લગ્ન માટે રાજી થતા ગુજરાત આવ્યા હતા.

ટોબન પણ આ લગ્નમાં ભારતીય પોશાકમાં સજ્જ થઈને ઘોડીએ ચઢ્યો હતો. તેમજ હિન્દૂ રીતિ રિવાજ અનુસાર પીઠી પણ ચોળી અને જાનમાં આવેલા જાનૈયાઓ સાથે વરરાજા પણ ગરબે ઘૂમ્યા હતા. ટોબન 20 લોકો સાથે જાન લઈને આવ્યો હતો. લગ્નમાં પણ હિન્દૂ રીતિ રિવાજ અનુસાર તેને નમી સાથે ફેરા ફર્યા. આ લગ્નની ઘણી તસવીરો અને વીડિયો પણ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

Niraj Patel