આ આન્ટીએ તો લગ્નમાં કર્યો એવો ધાંસૂ ડાંસ કે લોકો એક નજરે જોતા જ રહી ગયા, જુઓ વીડિયો

લગ્નમાં આન્ટીજીએ કર્યો એવો તાબડતોડ ડાંસ, વીડિયો જોઇ યુઝરે કહ્યુ- નસ તો નથી ચઢી ગઇ ને…

લગ્નના આપણે સોશિયલ મીડિયા પર એવા ઘણા વીડિયો જોયા છે, જેમાં વરરાજા પોતાનો ચાર્મ ફેલાવવા માટે વિચિત્ર ડાન્સ કરવા લાગે છે. જાનમાં નાગિન ડાંસ કરે છે કેટલાક જમીન પર સૂઈને નાચવા લાગે છે. આવા વીડિયો ઈન્ટરનેટ પર ઘણા જોવામાં આવ્યા છે, પરંતુ શું તમે ક્યારેય એવો કોઈ વીડિયો જોયો છે, જેમાં આન્ટીએ પોતાના ડાન્સથી લોકોને ચોંકાવી દીધા હોય. હાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયો જોઇને લાગી રહ્યુ છે કે આ કોઈ પાર્ટી કે લગ્ન પ્રસંગનો વીડિયો છે, જેમાં આંટી જોરશોરથી તાબડતોડ ડાન્સ કરી રહ્યા છે.

ઈન્ટરનેટ પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે પાર્ટીમાં કેટલાક લોકો ગ્રુપમાં ડાન્સ કરી રહ્યા છે. ત્યારે અચાનક બોલિવૂડ સ્ટાર રિતિક રોશનનું લોકપ્રિય ગીત ‘બેંગ બેંગ’ વાગવા લાગે છે. આ સાંભળીને બધા જ કૂદી પડે છે અને નાચે છે. ત્યારબાદ ગ્રુપમાં હાજર એક આન્ટી જમીન પર બેસીને જોરદાર ડાન્સ કરવા લાગી જાય છે. આન્ટીએ લાલ સાડીમાં એવો ડાન્સ કર્યો કે બધા જ ચોંકી ગયા હતા.

ઇન્સ્ટાગ્રામ પર 69Flix નામના એકાઉન્ટ દ્વારા આ વિડિયો શેર કરવામાં આવ્યો છે, જેને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને 18 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે, જ્યારે તેને લાખો વખત જોવામાં આવ્યો છે. અન્ય ઘણા યુઝર્સે પણ આ વિડિયો પર પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, નસ તો નથી ચઢી ગઇને આન્ટી.

 

View this post on Instagram

 

A post shared by 69Flix (@69.flix)

Shah Jina