અમદાવાદમાં કાકીએ લાજ શરમને નેવે મૂકી, સગા ભત્રીજા સાથે કર્યું ઇલુ ઇલુ, પરિવારે પ્રેમીથી અલગ કરતા લઈને ભાગી ગઈ અને….

સુરતના વેવાઈ-વેવાણના કેસ પછી નવો જ કિસ્સો, કાકી સાગા ભત્રીજાના પ્રેમમાં પાગલ થઈને ઉઠાવ્યું મોટું પગલું- જાણો વિગત

સંબંધોને શર્મસાર કરનારી ઘણી ઘટનાઓ આપણી આસપાસ પણ જોવા મળતી હોય છે. આજે તો એક છતની નીચે રહેતા સંબંધોમાં પણ કોની ઉપર વિશ્વાસ કરવો અને કોની ઉપર વિશ્વાસ ના કરવો એ પણ એક પ્રશ્ન છે, ત્યારે હાલ અમદાવાદમાંથી એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને જ કાકી ભત્રીજા વચ્ચેના સંબંધો ઉપરથી વિશ્વાસ ઉઠી જશે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી 32 વર્ષની કાકી 10 નવેમ્બરે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ઘરમાંથી જ ગુમ થઇ જતા તેમની તપાસ હાથ ધરવામાં આવી હતી, જયારે તેમની શોધખોળ ચાલી રહી હતી ત્યારે જ બીજી એક વાત પણ સામે આવી જે પરિવાર માટે પણ હેરાન કરી દેનારી હતી.

ઘરમાંથી ભાગી ગયેલા કાકીનો સગો ભત્રીજો જે બાપુનગર વિસ્તારમાં રહેતો હતો તે પણ તેના ઘરેથી ગુમ થયો હતો. ભત્રીજો તેની થલતેજમાં આવેલી દુકાનેથી સીધો બાપુનગરના ઘરે પહોંચ્યો હતો. ત્યાંથી કાકીનો સંપર્ક કરીને ભાગવાનો પ્લાન બનાવ્યો હતો.  જેના કારણે બંને સાથે ભાગી ગયા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું.

ત્યારે આ ઘટનાને લઈને બંનેના પરિવારજનોએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી, પોલીસ તપાસમાં એ વાત પણ સામે આવી હતી કે કાકી ઘરેથી ભાગ્યા બાદ સાબરમતી વિસ્તારમાં ભાડાંના એક રૂમમાં બાર કલાક રોકાઈ હતી. જ્યાં ભત્રીજો પણ આવતા જ બંને મુંબઈ જવા માટે નીકળી ગયા હતા.

પોલીસે મોબાઈલ ફોનના આધારે તપાસ કરતા લોકેશન મુંબઈનું આવ્યું હતું, જયારે ત્યાં પહોંચ્યા ત્યારે પણ નિરાશા જ હાથ લાગી. આ કાકી ભત્રીજાએ દક્ષિણ મુંબઈના ક્રોફર્ડ માર્કેટ વિસ્તારમાં આવેલા જાણીતા માર્કેટમાં 18000 ની કિંમતનો મોબાઈલ રૂા.6000માં વેચી દીધો હોવાનું ધ્યાનમાં આવ્યું. જેના બાદ પરિવારજનોએ મોબાઈલના પૈસા ચૂકવી અને મોબાઈલ પણ લઇ લીધો હતો.

આ કાકી અને ભત્રીજો એટલા શાતીર હતા કે મોબાઈલમાં ચેટિંગ દરમિયાન પકડાઈ ના જાય તે માટે થઈને તેઓ ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઈડી બનાવીને વાતો કરતા હતા. આગાઉ પણ તેમના પ્રેમ પ્રકરણ વિશે પરિવારને ભનક લાગી હતી અને ત્યારે પણ તેમને ઠપકો આપી મામલો થાળે પાડ્યો હતો. પરંતુ કાકી અને ભત્રીજા વચ્ચેનું આ ઇલુ ઇલુ થંભ્યું નહોતું અને લાગ મળતા જ બંને ઘરેથી ફરાર થઇ ગયા.  હજુ સુધી તમેનો કોઈ પત્તો લાગ્યો નથી.

Niraj Patel