વાયરલ થયો આ કાકીનો “મુર્ગા ડાન્સ”, લગ્નમાં કર્યા એવા સ્ટેપ કે લોકોએ કહ્યું, “આવો ડાન્સ જિંદગીમાં પહેલીવાર જોયો..” જુઓ વીડિયો

ડાન્સની ડીક્ષનરીમાં પણ જોવા ના મળે એવા સ્ટેપ સાથે “મુર્ગા ડાન્સ” કર્યો આ કાકીએ, જોઈને લોકો પણ રહી ગયા હેરાન, તમે પણ જુઓ

લગ્નની અંદર આપણે જયારે પણ જઈએ ત્યારે વરઘોડો કે ડાન્સનો કાર્યક્રમ થતો હોય, તે દરમિયાન લોકો પોતાની રીતે નાચવાનો આનંદ માણતા હોય છે. ખાસ કરીને ગામડાની અંદર તમે લગ્નમાં જશો ત્યારે તમને અવનવા ડાન્સ સ્ટેપ જોવા મળી જશે. લોકો એવા એવા ડાન્સ કરતા હોય છે જે ડાન્સ સ્ટેપમાં ક્યારેય સામેલ જ નથી હોતા અને ત્યાં હાજર લોકો આવા સ્ટેપના વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દેતા હોય છે.

ત્યારે હાલ એવા જ એક ડાન્સ સ્ટેપનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક કાકી એવા ડાન્સ સ્ટેપ કરે છે જે આજ પહેલા તમે પણ ક્યારેય નહિ જોયા હોય. આ કાકીએ એક નવો ડાન્સ ઇન્વેન્ટ કર્યો હોય તેમ લાગે છે. વાયરલ વીડિયોમાં આ ડાન્સ સ્ટેપનું નામ “મુર્ગા ડાન્સ” જણાવામાં આવ્યું છે, પરંતુ કાકીના હાવભાવ ખરેખર ખુબ જ મજાના છે.

વાયરલ થઇ રહેલો વીડિયો કોઈ લગ્ન પ્રસંગનો છે અને બેકગ્રાઉન્ડમાં ચિકન સોન્ગ વાગી રહ્યું છે. ત્યારે જ એક કાકી ફ્રેમમાં દેખાય છે અને તે આ સોન્ગ પર તેમનો મુર્ગા ડાન્સ શરૂ કરે છે. તેમને જોઈને આસપાસ ઉભેલા બાળકો પણ ખુશ થઇ જાય છે અને હસવા લાગે છે, આ સાથે બાળકો પણ ત્યાં તેમની સાથે આ સ્ટેપ પર ડાન્સ કરવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Dewatwal (@maheshdewatwal01)

હવે આ વીડિયોને જોઈને લોકો ધડાધડ કોમેન્ટનો વરસાદ પણ કરી રહ્યા છે અને કહેતા જોવા મળે છે કે આવો ડાન્સ તેમને તેમના જીવનમાં પહેલીવાર જોયો છે. આ ઉપરાંત પણ ઘણા બધા લોકો આ કાકીના ઉત્સાહ અને તેમના ડાન્સ સ્ટેપની પ્રસંશા પણ કરતા જોવા મળી રહ્યા છે. લગ્નમાં સામાન્ય રીતે આવા ફની ડાન્સ જોવા મળી જતા હોય છે અને આવા નવા સ્ટેપ પણ ઇન્વેન્ટ થતા હોય છે.

Niraj Patel