વોશરૂમ પણ જવાની મનાઈ હોય છે અને બીજું તો…જાણો
ટીવી ઇન્ડસ્ટ્રીનો લોકપ્રિય શો એવો ધ કપિલ શર્મા શો દર્શકોને ખુબ પસંદ આવે છે. શો ના દરેક કિરદારો લોકોને હસાવે છે અને સેલિબ્રિટીઓ સાથેની ધમાલ મસ્તી પણ દર્શકોને ખુબ પસંદ આવે છે.
અમુક દિસવો પહેલા જ કપિલ શર્મા બીજી વાર પિતા બન્યા છે તેની પત્ની ગિન્નીએ ક્યૂટ દીકરાને જન્મ આપ્યો હતો. આગળના અમુક સમયથી શો ને બંધ કરવામાં આવ્યો છે. કપિલનું કહેવું છે કે તે અમુક સમય માટે શો માંથી બ્રેક લેવા માંગે છે અને પરિવાર સાથે સમય વિતાવવા માંગે છે.
કોરોનાના પહેલા શો માં લાઈવ ઓડિયન્સ આવતી હતી, જેમાના અમુક લોકોએ શો ને લાઈવ જોવાનો અનુભવ શેર કર્યો છે જેને જાણીને તમે પણ ચોંકી ઉઠશો કે આખરે આવું પણ થતું હશે!
એક ઓડિયન્સએ ખુલાસો કરતા કહ્યું કે,”અમને ખુબ લાંબા સમય સુધી એક જેવી જ પોજિશનમાં બેસીને હસવું રહેવું પડતું હતું. નહીંતર સેટ પર કહેવામાં આવતું હતું કે જો હસી નથી શકતા તો શા માટે શો જોવા આવ્યા, ઘરે જ બેસીને જોઈ લેતા. ફેક રીતે હસવું ખુબ મુશ્કેલ કામ છે”.
અન્ય એક ઓડિયન્સએ જણાવ્યું કે,”એક વ્યક્તિએ સેલિબ્રિટીને સવાલ પૂછી લીધો પણ તે શો ની સ્ક્રીપ્ટનો હિસ્સો ન હતો, માટે તેને સ્ટુડિયોમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્રણથી ચાર કલાક સુધી ચાલતા શૂટિંગમાં વચ્ચે ઉભું થવાની પણ મનાઈ હોય છે, કપિલના શો ને લાઈવ જોવું બિલકુલ પણ ફની અનુભવ નથી હોતો.તેના કરતા બેસ્ટ છે કે ઘરે જ ટીવી પર શો ને જોવો”.
અમુક દિવસો પહેલા જ શો ની જજ અર્ચના પૂરણ સિંહે સેટ પરનો વીડિયો શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે આખરે શો નો સેટ કેવી રીતે તૈયાર થયેલો છે અને કેવી રીતે શુટિંગ કરવામાં આવે છે. અર્ચનાએ પહેલા તો ગેસ્ટ રૂમમાંથી વીડિયો શૂટ કરવાનું શરૂ કર્યું હતું અને તે કેમેરાને સેટની પાછળ લઇ જાય છે અને તે સપના બ્યુટી પાર્લરને પણ દેખાડે છે જ્યાં પાર્લરના પાછળના ભાગે એક સીઢી હોય કે જે સેટની બાલ્કની સુધી પહોંચે છે.
જુઓ અર્ચના પૂરણ સિંહે શૂટ કરેલો સેટનો વીડિયો…
View this post on Instagram