રૂપ રૂપનો અંબાર જેવી વાઈફ મળી આ મોટી હસ્તીને, લગ્નના 8 વર્ષ બાદ ઘરમાં ગુંજી કિલકારી- જુઓ તસવીરો
બોલીવુડના કલાકારોની જેમ ફિલ્મોના ડાયરેક્ટર પણ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. તે પણ ખુબ જ આલીશાન જીવન જીવે છે અને લોકો વચ્ચે પણ પોતાનું આકર્ષણ જન્માવતાં હોય છે. એવા જ એક ડાયરેક્ટર જેના પર ઘણા બધા લોકોએ મીમ પણ બનાવ્યા છે અને શાહરુખ ખાનની આવનારી ફિલ્મ “જવાન”ના ડાયરેક્ટર એટલી કુમારના ઘરમાં ખુશ ખબરી આવી છે. એટલી હાલમાં જ પિતા બન્યો છે.
એટલી કુમારની પત્ની પ્રિયા મોહને એક દીકરાને જન્મ આપ્યો છે. બંનેએ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આ ખુશખબર આપી છે. પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ દ્વારા એટલી અને તેની પત્નીએ જણાવ્યું છે કે તેઓ એક પુત્રના માતા-પિતા બન્યા છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરમાં એટલી અને તેની પત્ની હાથમાં નાના બાળકના શૂઝ સાથે પોઝ આપતા જોવા મળે છે.
આ તસવીરના કેપ્શનમાં લખ્યું છે ‘It’s a boy’. જ્યારે બીજી તસવીરમાં પ્રિયા અને એટલી હસતા જોવા મળે છે. આ સારા સમાચાર શેર કર્યા પછી, ચાહકો સહિત ઘણા સેલેબ્સ તેને અભિનંદન આપી રહ્યા છે. આ પોસ્ટ પર કોમેન્ટ કરતા પ્રખ્યાત અભિનેત્રી કીર્તિ સુરેશે લખ્યું, “નવા માતા-પિતાને ખૂબ ખૂબ અભિનંદન. ભગવાન તમારા બાળકને આશીર્વાદ આપે. હું તમને ત્રણેયને મળવા માટે રાહ જોઈ શકતી નથી.”
આ ઉપરાંત સામંથાએ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા બંનેને અભિનંદન આપ્યા છે. આ સિવાય એટલીના ઘણા ચાહકો પણ સતત કોમેન્ટ દ્વારા તેને અભિનંદન આપી રહ્યા છે. જણાવી દઈએ કે એટલી તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત નિર્દેશક છે. અત્યાર સુધી તેણે ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે. હાલમાં તે શાહરૂખ ખાન સાથે ફિલ્મ “જવાન” બનાવી રહ્યો છે. લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જવાનમાં શાહરૂખ ઉપરાંત વિજય સેતુપતિ વિલનની ભૂમિકામાં જોવા મળશે.