રમજાન પહેલા ત્રીજીવાર પિતા બન્યા સિંગર આતિફ અસલમ, શેર કરી ખુશી અને જણાવ્યુ દીકરીનું નામ

મશહૂર સિંગર આતિફ અસલમ ત્રીજીવાર પિતા બન્યો છે. આતિફની પત્ની સારા ભરવાનાએ 23 તારીખના રોજ ત્રીજા બાળકને જન્મ આપ્યો છે. રમજાન પહેલા પાકિસ્તાની સિંગર આતિફ અસલમના ઘરે નાની પરીએ જન્મ લીધો છે. દીકરીના પિતા બન્યા બાદ આતિફ અસલમના પગ જમીન પર નથી ટકી રહ્યા.

સિંગરે પોતાની ખુશી તરત જ સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરી હતી. આતિફ અસલમે દીકરીની પહેલી તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તેનું નામ પણ જણાવ્યુ હતુ. આતિફ અસલમ અને તેની પત્ની સારા 23 માર્ચના રોજ દીકરીના પેરેન્ટ્સ બન્યા હતા. આતિફે દીકરીના જન્મની ખુશખબરી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી એક ઇમોશનલ પોસ્ટ લખી હતી.

આતિફે લખ્યુ- આખરે રાહ ખત્મ થઇ, મારા દિલની રાની આવી ગઇ. બેબી અને સારા બંને એકદમ ઠીક છે. પ્લીઝ અમારા માટે દુઆ કરો. હાલિમા આતિફ અસલમ તરફથી બધાને રમદાન મુબારક. સિંગરની આ પોસ્ટ પર ચાહકો ખૂબ પ્રેમ લૂંટાવી રહ્યા છે. જણાવી દઇએ કે, આતિમ અસલમે 10 વર્ષ પહેલા 2013માં સારા સાથે પાકિસ્તાનના, લાહૌરમાં નિકાહ કર્યા હતા.

આતિફ અને સારાને બે દીકરાઓ છે, જેનું નામ અબ્દુલ અહાદ અને આર્યન અસલમ છે. આતિફ બોલિવુડમાં તુ જાને ના, તેરા હોને લગા હું, દિલ દિયા ગલ્લાં, પહેલી નજર મેં, બાખુદા તુમ્હી હો, વો લમ્હેં વો બાતેં જેવા ગીત માટે મશહૂર છે.

 

View this post on Instagram

 

A post shared by Atif Aslam (@atifaslam)

Shah Jina