26 વર્ષની આ સેલિબ્રિટીની એપાર્ટમેન્ટમાંથી લાશ મળી આવી, ફેન્સ આની પાછળ બહુ ગાંડા હતા, જુઓ તસવીરો

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ખુબ ખરાબ સમાચાર આવ્યા છે. ગંદી ફિલ્મોની સુપર સ્ટાર સોફિયા લિયોનનું નિધન થયું છે. નવાઈ ની વાત તો એ છે કે તેની ઉમર ફક્ત 26 વર્ષ હતી. અભિનેત્રીના સાવકા પિતાએ એક નિવેદન જારી કરીને તેના મોત વિશે પુષ્ટિ કરી છે.

સાવકા પિતાનું કહેવું છે કે સોફિયા થોડા દિવસો પહેલા તેના એપાર્ટમેન્ટમાં બેભાન હાલતમાં મળી આવી હતી. સોફિયાની માતા તેના મૃત્યુથી વ્યથિત છે. પરિવાર અને મિત્રોને પણ ઘેરો આઘાત લાગ્યો છે.

થૈના અને કાગનીના નિધન બાદ ફરી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતી ગંદી ફિલ્મોમાં કામ કરનારી સેલિબ્રિટી સોફિયા લિયોનનું પણ નિધન થયું છે. 26 વર્ષની સોફિયા તાજેતરમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી.

છેલ્લા કેટલાક મહિનામાં સ્ટાર્સના નિધનના સમાચાર લોકોને ચોંકાવી રહ્યા છે. માત્ર 26 વર્ષીય સોફિયા લિયોનીના સાવકા પિતા માઈક રોમેરોએ GoFundMe પર જાહેર કરેલા નિવેદનમાં આ ન્યૂઝની પુષ્ટિ કરી છે, જ્યાં મેમોરિયલ ફંડ એકત્ર કરવામાં આવશે. સોફિયાના પિતાએ જણાવ્યું કે અભિનેત્રીના નિધનથી તેમનો પરિવાર આઘાતમાં છે.

પિતાએ કહ્યું, “તેની માતા અને પરિવાર વતી, હું ભારે હૃદય સાથે અમારી પ્રિય સોફિયાના નિધનના સમાચાર શેર કરું છું. સોફિયાના આકસ્મિક મૃત્યુથી તેના પરિવાર અને મિત્રોને હચમચાવી દીધા છે.” સોફિયાના પપ્પાના કહેવા મુજબ, એક વીક પહેલા જ તેનું મૃત્યુ થયું હતું. સેલિબ્રિટી તેના ફ્લેટમાં બેભાન હાલતમાં મળી આવી હતી. લાંબા સમયથી તેને સતત ફોન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો

પરંતુ સોફિયા તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. હાલ તો લોકલ પોલીસ આ મામલે તપાસમાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે છેલ્લા ત્રણ મહિનામાં એડલ્ટ સ્ટાર્સના મોતના સમાચાર સતત સામે આવી રહ્યા છે. આ ત્રીજો કિસ્સો છે અગાઉ જાન્યુઆરીમાં થેના ફિલ્ડ્સ તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. જ્યારે 36 વર્ષીય કાગની લિન કાર્ટરએ આત્મહત્યા કરી હતી અને મોતને ભેટી હતી.

YC