આખરે કોણ છે એ ઉપર વાળો જેને 2 કરોડની રિશ્વત લેનાર ASP દિવ્યા મિત્તલ પહોંચાડતી પૈસા….જાણો સમગ્ર મામલો 

લેક્ચરરથી લઇને ભ્રષ્ટાચાર સુધીની સફર, 2010માં બની પોલિસ ઓફિસર, 13 વર્ષ પછી ઝડપાઇ, 2 કરોડની લાંચ….ફિલ્મોને ટક્કર મારે એવી સ્ટોરી

2 કરોડ રૂપિયાની રિશ્વત માંગનાર આરોપી SOGની એડિશનલ એસપી દિવ્યા મિત્તલને 3 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવી છે. મંગળવારે સાંજે એસીબીએ અજમેર સ્થિત એસીબી કોર્ટમાં તેને પેશ કરી. લગભગ 15 મિનિટ સુધી બંને પક્ષોના વકીલોએ ચર્ચા કરી અને બાદમાં જજે તેમનો નિર્ણય સંભળાવ્યો. એસીબીના ડિપ્ટી એસપી માંગીલાલ અનુસાર, આરોપી માટે 4 દિવસના રિમાન્ડ માગ્યા હતા, પણ કોર્ટે હાલ તો 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે, રિમાન્ડ બાદ હવે રાજ્ય સરકાર પણ તેના નિલંબનના આદેશ જારી કરી શકે છે.

રાજસ્થાનમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી એન્ટી કરપ્શન બ્યુરો ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની પાછળ છે અને જોરદાર કાર્યવાહી કરી રહી છે. વર્ષ 2023માં, એસીબીએ અજમેર એસઓજીના એડિશનલ એસપી દિવ્યા મિત્તલની બે કરોડના લાંચ કૌભાંડનો ઘટસ્ફોટ કર્યા બાદ ધરપકડ કરી હતી. દિવ્યાએ વર્ષ 2007માં આરએએસની પરીક્ષા પાસ કરી હતી. પરંતુ સ્ટે તેના અંતિમ પરિણામ પર આવ્યો. જે બાદ 2010માં આ સ્ટે હટાવી દેવામાં આવ્યો હતો. આ બેચમાં દિવ્યા મિત્તલ રાજસ્થાન પોલીસ સેવામાં જોડાઈ હતી.

આ પહેલા દિવ્યા સાબુ કોલેજ પિલાનીમાં લેક્ચરર તરીકે જોડાઈ હતી. રિમાન્ડની વાત કરીએ તો, દિવ્યા મિત્તલના વકીલે દલીલ કરી હતી કે ACB તેના ઘર અને અન્ય સ્થળોએ સતત સર્ચ કરી રહી છે અને તેમની પાસે જરૂરી દસ્તાવેજો છે તો હવે રિમાન્ડની જરૂર નથી, પણ કોર્ટે આરોપીના વકીલની દલીલને નકારી કાઢી રિમાન્ડ આપવાનો ચુકાદો આપ્યો હતો. આ દરમિયાન એસીબીના અધિકારીઓ મીડિયાના પ્રશ્નોને ટાળતા જોવા મળ્યા હતા. તેણે તપાસ અંગે કંઈપણ કહેવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો.

આ કેસમાં દિવ્યા મિત્તલના વકીલે આરોપ લગાવ્યો છે કે આ કેસ સાથે સંબંધિત શ્યામસુંદર તાપડિયા, કરનાની અને ફરિયાદીની ગેંગ છે. જેમની સામે ભૂતકાળમાં 3 NDPS કેસ નોંધાયા હતા. જેની તપાસ એડિશનલ એસપી દિવ્યા મિત્તલ કરી રહ્યા હતા. આ તમામ કેસમાં દિવ્યા મિત્તલને કેસમાંથી દૂર કરવા માટે આ બધું કરવામાં આવ્યું છે. દિવ્યાએ કોઈ પ્રકારની લાંચ માગી નથી કે તેની પાસેથી કોઈ વસૂલાત પણ થઈ નથી. ધરપકડ કરવા એસીબીની ટીમ પહોંચી ત્યારે દિવ્યા મિત્તલે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે ડગ માફિયાને પકડવાનું તેને ઈનામ મળ્યું છે.

આટલું જ નહીં દિવ્યા મિત્તલે અજમેરના પોલીસ અધિકારીઓને પણ ડગના કેસમાં સામેલ હોવાનું જણાવ્યું હતું. દિવ્યાએ કહ્યું કે, ડગ માફિયાનું રેકેટ છે જેથી મારી જગ્યાએથી ફાઇલ હટાવી દેવામાં આવે. હું સતત તેમને ટ્રેક કરતી. અજમેર પોલીસના ઘણા અધિકારીઓ પણ આમાં સામેલ છે.’ દિવ્યાના આ નિવેદને અજમેર પોલીસને પણ ભીંસમાં લીધી છે. એસીબીની તપાસમાં દિવ્યા મિત્તલે વારંવાર લાંચની રકમ ઉપર સુધી આપવાની વાત કરી હતી. હવે એસીબી તપાસ કરી રહી છે કે આ રકમ કેટલી હદે ઉપર આપવામાં આવી હતી.

Shah Jina