ફાઈનલી તારક મેહતામાં દયાબેન આવી રહ્યા છે… અસિત મોદીએ કરી જાહેરાત

ફાઈનલી તારક મેહતામાં દયાબેન આવી રહ્યા છે… અસિત મોદીએ કરી જાહેરાત

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે, પણ છેલ્લા કેટલાક સમયથી સતત આ શો લોકોના નિશાના પર છે. ચાહકો ભડક્યા છે કે દયાબેનને શોમાં લાવવાના વારંવાર દાવા કરવામાં આવી રહ્યા છે પણ આ પાત્ર શોમાં હજુ સુધી નથી આવ્યુ. કેટલાક દિવસ પહેલા પણ મેકર્સે આવો જ દાવો કર્યો. શોમાં બતાવવામાં આવ્યું હતું કે દયાબેનના પરત આવવા માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.

‘તારક મહેતા’માં જલ્દી જ આવશે દયાભાભી

વસ્તુઓ એવી રીતે બતાવવામાં આવી કે બધાને લાગ્યું કે હવે ફાઇનલી દયાભાભી આવી ગયા છે. પરંતુ એવું ન થયું, ત્યારબાદ ચાહકો અને દર્શકોએ ‘તારક મહેતા…’ને બોયકોટ કરવાની માંગ શરૂ કરી દીધી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે હવે આ શો ઓફ એર થઈ જશે. પરંતુ હવે નિર્માતા અસિત મોદીએ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે. આસિત મોદીએ કહ્યું કે આ શો ઓફ એર થઈ રહ્યો નથી. તેમણે એવો પણ દાવો કર્યો કે દયાબેન ચોક્કસપણે શોમાં પરત ફરશે.

અસિત મોદીએ કરી ટ્વિટ 

અસિત મોદીએ એક ટ્વિટમાં લખ્યુ કે- હું અહીં મારા દર્શકોનું મનોરંજન કરવા આવ્યો છું અને હું મારા દર્શકો સાથે ક્યારેય ખોટું બોલીશ નહીં. માત્ર અમુક સંજોગોને લીધે અમે દયાના પાત્રને સમયસર પાછું લાવી શક્યા નથી. પરંતુ, આનો અર્થ એ નથી કે આ પાત્ર શોમાં પ્રવેશ કરશે નહીં. અસિત મોદીએ વધુમાં કહ્યું કે, હવે તે દિશા વાકાણી હશે કે અન્ય કોઈ હશે તે તો સમય જ કહેશે.

અસિત મોદીની ટ્વિટ બાદ પણ ઘણા યુઝર્સ ભડક્યા

પરંતુ, દર્શકોને મારું વચન છે કે દયા પાછી આવશે, અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ક્યાંય જવાનું નથી. પંદર વર્ષ સુધી કોમેડી શો ચલાવવો એ સરળ કામ નથી. આ ખરેખર અનોખું છે અને અત્યાર સુધી કોઈ શો આવું કરી શક્યો નથી. જોકે, અસિત મોદીની ટ્વિટ બાદ પણ ઘણા યુઝર્સ તેમના પર ભડક્યા હતા. જણાવી દઇએ કે, દિશા વાકાણી શોની શરૂઆતથી દયાબેનનું પાત્ર ભજવી રહી હતી, પરંતુ 2017માં મેટરનીટી લીવ બાદ તે શોમાં પરત ફરી નથી, બસ ત્યારથી દર્શકો દિશા વાકાણીની વાપસીની રાહ જોઈ રહ્યા છે.

Shah Jina