તારક મહેતા ઉર્ફે શૈલેશ લોઢાના શો છોડવા પર અસિત મોદીએ આપ્યુ એવું નિવેદન કે…કહ્યુ- તેમનું પેટ ભરાઇ ગયુ તો…

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હંમેશા દર્શકોનો પ્રિય શો રહ્યો છે. હાલમાં જ આ શોએ તેના 14 વર્ષ પૂર્ણ કર્યા છે અને 15માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. પરંતુ બધા હજુ પણ એવા કલાકારોને મિસ કરી રહ્યા છે જેમણે શો છોડી દીધો છે. જ્યાં દર્શકો હજુ પણ લાંબા સમયથી શોમાંથી ગાયબ દયાબેનની વાપસીની રાહ જોઈ રહ્યા છે. સાથે જ એક પછી એક કલાકારોની વિદાયને કારણે દર્શકો પરેશાન પણ છે. તાજેતરમાં જ શોમાં તારક મહેતાની ભૂમિકા ભજવનાર શૈલેષ લોઢાએ શો છોડ્યો હતો અને હવે આ પર નિર્માતાએ પહેલીવાર પ્રતિક્રિયા આપી છે.

જ્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો પ્રોડ્યુસ કરનાર અસિત મોદીએ કહ્યુ કે, મેં પહેલા જ કહ્યું છે કે હું બધાને સાથે રાખવા માંગુ છું. પરંતુ જો કેટલાક લોકો આવવા માંગતા ન હોય અને તેમનું પેટ ભરાઈ ગયું હોય, તો તેમને લાગે છે કે આપણે ઘણું કર્યું છે, હવે આપણે ઘણું બધું કરવું જોઈએ, માત્ર તારક મહેતા પૂરતું મર્યાદિત ન રહેવું જોઈએ. જેઓ આ અનુભવે છે અને સમજવા માંગતા નથી, તો હું તેમને કહીશ કે તેઓ ફરી એકવાર વિચાર કરે અને સમજે.

જુના તારક મહેતા આવશે તો પણ ખુશી થશે અને નવા આવશે તો પણ થશે. દર્શકોના ચહેરા પર સ્માઇલ રાખવાનું મારું એકમાત્ર લક્ષ્ય છે. અસિત મોદીનો આ વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. તમને જણાવી દઈએ કે શૈલેષ લોઢા સિવાય અન્ય ઘણા સ્ટાર્સે શોને અલવિદા કહી દીધું છે. જેમાં હાલ રાજ અનડકટનું નામ સામે આવી રહ્યુ છે. જે આ શોમાં ટપ્પુનો રોલ કરી રહ્યો હતો. રાજ છેલ્લા કેટલાક સમયથી શોમાં જોવા મળ્યો નથી.

તે યુટ્યુબ ચેનલ, મ્યુઝિક વીડિયો અને અન્ય પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. આ બે કલાકારો સિવાય શોમાં સોનુની ભૂમિકા ભજવી રહેલી નિધિ ભાનુશાળી, અંજલિની ભૂમિકા ભજવી રહેલી નેહા મહેતા અને સોઢીનું પાત્ર ભજવી રહેલ ગુરુચરણ જેવા કલાકારોએ પણ શો છોડી દીધો છે. ત્યાં દયા ભાભીની ભૂમિકા ભજવનાર દિશા વાકાણી વર્ષ 2017થી શોમાં પરત ફરી નથી.

Shah Jina