એશિયા કપ 2025 : એક જ ગ્રુપમાં ભારત અને પાકિસ્તાન…ક્યાં થશે મેચ ? વેન્યુને લઇને રીપોર્ટમાં ખુલાસો

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મુકાબલો ફરી જોવા મળશે. આ મેચો એશિયા કપ 2025માં રમાશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ એશિયા કપ 2025નું આયોજન ભારતને સોંપ્યું છે. આ ટુર્નામેન્ટ સપ્ટેમ્બરમાં UAE માં રમાશે.રીપોર્ટ અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આ ટુર્નામેન્ટ દુબઈ અને અબુ ધાબીમાં યોજવા માટે સંમત થઈ ગયું છે. એશિયા કપ 1984 માં શરૂ થયો હતો અને અત્યાર સુધીમાં 16 વખત યોજાઈ ચૂક્યો છે.

ભારતે સૌથી વધુ 8 વખત આ ખિતાબ જીત્યો છે, જ્યારે શ્રીલંકાએ 6 વખત અને પાકિસ્તાને 2 વખત આ ટ્રોફી જીતી છે. હાલમાં જ ગુરુવારે ઢાકામાં યોજાયેલી ACC બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં તમામ 25 સભ્ય દેશોએ ભાગ લીધો હતો. BCCI વતી ઉપપ્રમુખ રાજીવ શુક્લા વર્ચ્યુઅલી જોડાયા હતા. BCCIના એક અધિકારીએ જણાવ્યું કે ભારત તેની બધી મેચ દુબઈમાં રમશે. ભારત અને પાકિસ્તાને પરસ્પર સંમતિથી 2027 સુધી તમામ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં તટસ્થ સ્થળોએ રમવાનો નિર્ણય લીધો છે.

બ્રોડકાસ્ટર્સ અને પ્રાયોજકોની માંગને ધ્યાનમાં રાખીને, ભારત-પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખી શકાય છે. આનાથી 3 મેચ થવાની શક્યતા છે. પહેલા લીગ સ્ટેજમાં, પછી સુપર સિક્સમાં ઓછામાં ઓછી એક મેચ રમાઈ શકે છે. જો બંને ટીમો ફાઇનલમાં પહોંચે છે, તો ત્રીજી મેચ પણ શક્ય છે.આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન ગઈ ન હતી. ભારતની બધી મેચ UAEમાં યોજાઈ હતી, એટલું જ નહીં, એક સેમિફાઇનલ અને ફાઇનલ પણ UAEમાં યોજાઈ હતી. ભારતે ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ખિતાબ જીત્યો હતો.

Previous Article

ઓગસ્ટના આરંભે અનરાધાર..! એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં મેધરાજા બોલાવશે ભૂકકા, એલર્ટ જારી..

Next Article

હોટનેસ ઓવરલોડેડ...! "વોર-2"નું ટ્રેલર રીલિઝ થતા જ ફરી છવાયો કિયારા અડવાણીનો બિકિની અવતાર

error: Protected Content!