BREAKING : શાહરૂખનો દીકરાને જામીન મળી તો પણ જેલમાં રહેશે, કારણ જાણીને ફફડી ઉઠશો

બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન છેલ્લા 25-26 દિવસથી જેલમાં છે. આર્યન ખાનની જમાનત પર બોમ્બે હાઇકોર્ટમાં ત્રણ દિવસ સુનાવણી થઇ હતી અને અંતે બોમ્બે હાઇકોર્ટે આર્યન ખાન સહિત અરબાઝ મર્ચેંટ અને મુનમુન ધામેચાને જમાનત આપી હતી.

આર્યન ખાનની 2 ઓક્ટોબરના રોજ NCB દ્વારા મુંબઇથી ગોવા જઇ રહેલ ક્રૂઝ પરથી અટકાયત કરી હતી. NCBએ ડગ પાર્ટીમાં છાપેમારી કરી હતી અને આર્યન ખાન, અરબાઝ મર્ચેંટ અને મુનમુન ધામેચા સહિત અન્યની અટકાયત કરી હતી.


3 ઓક્ટોબરના રોજ આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે થોડા દિવસ NCBની કસ્ટડીમાં હતો, તે બાદ કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. ત્યારથી આર્યન ખાન આર્થર રોડ જેલમાં બંધ છે. હવે 26 દિવસ બાદ આર્યન ખાન જેલની બહાર આવતા ચાહકો ખુશ થઇ ગયા છે અને મન્નત બહાર અને સોશિયલ મીડિયા પર સપોર્ટ કરી રહ્યા છે.


બોમ્બે હાઇકોર્ટે ગુરુવારના રોજ સતત ત્રણ દિવસની સુનાવણી બાદ આર્યન, અરબાઝ અને મુનમુનને જમાનત આપી હતી. ગુરુવારનો દિવસ શાહરૂખ ખાન, ગૌરી ખાન અને તેમના પરિવાર માટે ખુશીનો દિવસ હતો. હાઇકોર્ટમાં આર્યનની જમાનત માટે પૂર્વ અટોર્ની જનરલ મુકુલ રોહતગીએ પેરવી કરી હતી.

જો કે, ગુરુવારના રોજ જમાનત મળ્યા બાદ પણ આર્યન ખાન બહાર આવી શક્યા ન હતા. કારણ કે જમાનત મળ્યા બાદ પણ તેની પ્રોસેસ કરવાની રહે છે અને તે લાંબી હોય છે, જેને કારણે 29 ઓક્ટોબરના રોજ વકીલ સતીશ માનશિંદેએ સવારે મીડિયાને જણાવ્યુ હતુ કે ઉમ્મીદ છે કે આજે સાંજ સુધી આર્યન ખાન જેલથી બહાર આવી જશે.

જોકે, બેલ ઓર્ડર ઇવનિંગ માં સાડા પાંચ વાગ્યા સુધીમાં જેલને મળ્યો નહોતો અને તેથી જ હવે SRK નો લાડલો આજે નહીં, પણ આવતીકાલ 30 ઓક્ટોબરે જેલમાંથી બહાર આવશે. આર્યન સહિત ત્રણેય આરોપીને હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતા. આર્યને ઘણી શરતો પણ માનવી પડશે. ‘મન્નત’માંથી ચાર ગાડી નીકળી હતી અને એમની એક લક્ઝુરિયસ ગાડીમાં શાહરુખ બેઠો હતો. માનવામાં આવતું હતું કે શાહરુખ દીકરા આર્યનને લેવા આર્થર રોડ જેલ ગયો હતો.

હાઇકોર્ટે SRK ના પુત્ર આર્યન ખાન માટે 5 પેજનો બેલ ઓર્ડર રિલીઝ કર્યો છે. આર્યનને 1લાખના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા. હવે કોર્ટના નિયમો અનુસાર, દર શુક્રવારે આર્યન ખાને (નાર્કોટ્રિક્સ કંટ્રોલ બ્યુરો)ની ઓફિસ જવું પડશે. હાઇકોર્ટની કાર્યવાહી અંગે કોઈ નિવેદન આપી શકશે નહીં. બોલિવૂડ એક્ટ્રેસ જૂહી ચાવલાએ સેશન્સ કોર્ટ જઈને આર્યન માટે બેલ બોન્ડ ભર્યો હતો. ત્યારબાદ આર્યનના વકીલ સતીશ માનશિંદે બેલ ઓર્ડર લઈને આર્થર રોડ જેવા નીકળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by IWMBuzz (@iwmbuzz)

YC