BREAKING : બંધ જેલમાં આર્યન ખાન અને શાહરુખ-ગૌરી વચ્ચે થયો વીડિયો કૉલ, દીકરો અચાનક જ ભાંગી પડ્યો અને…

બોલીવુડના કિંગ ખાન કહેવાતા શાહરુખના દીકરા આર્યન ખાનની જામીન અરજી પરનો ચુકાદો 20 ઓક્ટોબર સુધી અનામત રાખવામાં આવ્યો છે. તેનો દીકરો હાલ આર્થર રોડ જેલમાં બંધ છે અને તેણે 20 ઓક્ટોબર સુધી અહીંયા જ રહેવું પડશે. તેના દીકરાને જ્યારે જાણ થઈ કે તેને જામીન નથી મળ્યા ત્યારે તે એકદમ ભાંગી પડ્યો હતો. તેણે વીડિયો કોલ માં મમ્મી પપ્પા સાથે વાત કરી હતી.

કિંગ ખાનના ‘મન્નત’ પેલેસમાં પણ વાતાવરણ ઉદાસીન છે. માં-બાપ દીકરાની ચિંતામાં સતત કાયદાના જાણકારો તેમજ અંગત મિત્રોના સંપર્કમાં છે. તેઓ સતત ફોન કરીને વાત કરી રહ્યા છે. બીજી ઓક્ટોબરે જયારે પુત્રને ઝડપ્યો ત્યારે લાગતું હતું કે અમુક કલાકોમાં છૂટી જશે પરંતુ તેની કાયદાકીય લડત લાંબી ચાલી રહી છે.

આર્યનને જેલમાં રાખવા માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) મજબૂત દલીલો કરી રહી છે. જેલમાં કેદી નંબરને બંદી નંબર કહેવાય છે. ત્યાં કોઈપણ કેદીને તેના નંબરથી બોલાવામાં આવે છે. આ રીતે શાહરુખના દીકરાને બોલાવવા માટે 956 નંબરનો ઉપયોગ કરવામાં આવશે. જ્યાં સુધી ગોરી ખાનનો પુત્ર આર્યન ખાન જેલમાં રહેશે ત્યાં સુધી તેને આ નંબર 956થી બોલાવાશે.

દીકરા માટે 11 ઓક્ટોબરે 4500 રૂપિયાનો મની ઓર્ડર આવ્યો હતો. આર્યન ખાનને આ મની ઓર્ડર તેના પપ્પા શાહરુખ ખાને મોકલ્યો હતો. દીકરાએ આ મની ઓર્ડરનો ઉપયોગ પોતાના કેન્ટિનના ખર્ચા માટે કર્યો. જેલના નિયમ મુજબ, એક કેદીને એક મહિનામાં માત્ર 4500 રૂપિયાના મની ઓર્ડરની અનુમતિ છે.

ઇન્ટરનેટ પર વાયરલ સમાચાર અનુર, આર્યન ખાને વીડિયો કોલ પર પપ્પા શાહરુખ તથા મોમ ગૌરી સાથે વાત કરી હતી. 10 મિનિટની વાતચીતમાં તેઓ દીકરો અચાનક જ ભાંગી પડ્યો હતો અને ધ્રુસકે ધ્રુસકે રડતો હતો. ફોન પર શાહરુખ-ગૌરી પણ એકદમ ભાવુક થઈ ગયા હતા અને તેમણે પુત્રને શાંત પાડ્યો હતો.

કોવિડ 19ને કારણે જેલના નવા નિયમો પ્રમાણે, જેલના કેદીઓ પરિવારને મળી શકતા નથી, પરંતુ વીડિયો કૉલ પર વાત કરી શકે છે. આર્થર રોડ જેલમાં 11 સ્માર્ટ ફોન લગાવવામાં આવ્યા છે અને કેદીઓને મહિનામાં બેથી ત્રણ વાર પરિવાર સાથે વાતચીત કરાવાય છે.

તમને જણાવી દઈએ કે જેલમાં જ કેદીઓને મોબાઈલ ફોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેના દ્વારા વીડિયો કોલ થાય છે. આર્યન ખાને પપ્પા શાહરૂખ ખાન અને માતા ગૌરી ખાન સાથે ડિટેલમાં વાત કરી છે. કેટલાક સમય પહેલા જણાવવામાં આવ્યુ હતુ કે આર્થર રોડ જેલમાં આર્યન ખાનને પોતાનો કેદી નંબર પણ આપવામાં આવ્યો છે. આર્યનનો કેદી નંબર 956 છે અને તેમને ક્વોરન્ટાઈન બાદ નોર્મલ બેરકમાં શિફ્ટ કરી દેવાયા છે.

 

YC