બોલિવુડ ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન હાલ તો મુંબઇની આર્થર રોડ જેલમાં બંધ છે. આર્યનની જમાનત અરજી કોર્ટે નકાર્યા બાદ 8 ઓક્ટોબરના રોજ તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આર્યનની જમાનત અરજી પર સુનાવણી બાદ સેશંસ કોર્ટે તેમનો નિર્ણય સુરક્ષિત રાખી દીધો હતો. આ મામલે 20 ઓક્ટોબરના રોજ સુનાવણી થશે. ત્યાં આર્યન ખાન કેસ મામલે ઘણા બોલિવુડ સેલેબ્સ સપોર્ટમાં આવી ચૂક્યા છે ત્યારે આ મામલે હવે વધુ એક અભિનેત્રીનું નામ સામેલ થયુ છે અને તે છે સ્વરા ભાસ્કર.
સ્વરા ભાસ્કરે આર્યનને જમાનત ન મળવા પર શોષણ જણાવ્યુ છે. 14 ઓક્ટોબરના રોજ સુનાવણી બાદ આર્યનને જમાાનત ન મળવા પર સ્વરા ભાસ્કરે ટ્વીટ કરતા લખ્યુ કે, પ્યોર હેરેસમેન્ટ. જો કે, આર્યન ખાનને સપોર્ટ કરવાને લઇને સ્વરા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહી છે. એક યુઝરે સ્વરાને જવાબ આપતા કહ્યુ કે, તારાથી આવી ઉમ્મીદ ન હતી. શું તને આપણા દેશના જ્યુડિશિયલ સિસ્ટમ પર વિશ્વાસ નથી. આ શોષણ કેવી રીતે થયુ તુ નશામાં છે શું ? એક યુઝરેે લખ્યુ કે, કમસે કમ તેની અરજી પર સુનાવણી તો થઇ રહી છે ને, કેટલાક લોકો તો એવા છે જે સુનાવણીની રાહમાં એક કે બે વર્ષ સુધી જેલમાં જ રહે છે.
જણાવી દઇએ કે, ક્રૂઝ ડગ પાર્ટી કેસમાં શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન 20 ઓક્ટોબર સુધી જેલમાં રહેશે. મુંબઇની સ્પેશિયલ NDPS કોર્ટે ગુરુવારના રોજ આ મામલે સુનાવણી બાદ નિર્ણય સુરક્ષિત રાખી દીધો હતો. અદાલતે આ મામલે સુનાવણીની તારીખ 20 ઓક્ટોબર આપી છે. 15 તારીખથી લઇને 19 તારીખ સુધી મુંબઇની સેશંસ કોર્ટની રજા રહેશે. આર્યન સાથે સાથે અરબાઝ મર્ચેંટ અને મુનમુન ધામેચાને પણ 20 તારીખ સુધી જેલમાં રહેવું પડશે.
#AryanKhan #AryanKhanBail
Pure harassment!— Swara Bhasker (@ReallySwara) October 14, 2021