Breaking News : બાદશાહનો દીકરો ઘરભેગો થશે કે જેલમાં જ? આવી ગયો મોટો નિર્ણય

ક્રૂઝ શિપ કેસને લઇને આર્યન ખાન છેલ્લા કેટલાક દિવસથી આર્થર રોડ જેલમાં છે. આર્યન ખાનની કિસ્મત પર આજે એટલે કે ગુરુવારના રોજ નિર્ણય થવાનો હતો. બુધવારે 13 ઓક્ટોબરના રોજ આર્યન ખાનની જમાનત અરજી પર મુંબઇ સેશંસ કોર્ટમાં સુનાવણી થઇ હતી અને આર્યન ખાનના વકીલની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખી દીધો હતો. જો આજે આર્યનને જમાનત ન મળતી તો તેને આગળના 5 દિવસ સુધી જેલમાં જ રહેવુ પડતુ કારણ કે 15 ઓક્ટોબરથી લઇને 19 ઓક્ટોબર સુુધી મુંબઇ સેશંસ કોર્ટની છુટ્ટી રહેશે. આ દરમિયાન હાઇકોર્ટ અને સેશંસ કોર્ટ 5 દિવસ સુધી બંધ રહેવાની છે.

ત્યારે આજે કોર્ટમાં સુનાવણી બાદ હવે કોર્ટે આર્યન ખાનની જમાનત પર પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. NCB અને આર્યન ખાનના વકીલની ઘણી દલીલો બાદ આખરે કોર્ટે આર્યન ખાનની જમાનત અરજી પર નિર્ણય સુરક્ષિત રાખી લીધો છે. આ મામલે આગળની સુનાવણી 20 ઓક્ટોબરના રોજ થશે. આ દિવસે આર્યન ખાનની જમાનત પર નિર્ણય સંભળાવામાં આવશે.

કોર્ટમાં NCB તરફથી દલીલ કરવામાં આવી રહી છે. NCB તરફથી કહેવામાં આવ્યુ કે ઘણા સબૂતને આધારે ધરપકડ થઇ છે અને ડગ રેકેટની વિદેશી લિંકની તપાસ થઇ રહી છે. આરોપી આ પહેલા પણ ડગ લેતા હતા. વોટ્સએપ ચેટની તપાસ થઇ છે. જે ડગ ક્રૂઝ શિપથી મળ્યુ તે માત્ર અરબાઝ મર્ચેંટ માાટે ન હતુ. તેને આર્યન ખાન જ કંઝ્યુમ કરવાના હતા. જો શિપ ત્યાંથી નીકળી જતુ તો પાર્ટી શરૂ થઇ જતી અને બધા આરોપી ડગ લેતા.

ઉલ્લેખનીય છે કે, આર્યન ખાાનની જમાનત અરજી પર આજે સુનાવણી 12 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ NCBના ASG એટલે કે એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહને હાઇકોર્ટમાં જવાનું હોવાથી તેઓ એક વાગ્યા બાદ સેશન્સ કોર્ટ આવ્યા હતા. જામીન અરજીની સુનાવણી વીવી પાટીલની કોર્ટમાં થઈ હતી. કોર્ટમાં શાહરુખ ખાનની મેનેજર પૂજા દદલાણી તથા સિક્યોરિટી ગાર્ડ રવિ હાજર રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina