ગુંગુબાઈ કાઠિયાવાડીનો આવો ચાહક તમે આજ પહેલા ક્યારેય નહિ જોયો, ફિલ્મ એટલી ગમી કે પનીર ઉપર બનાવી દીધી ગંગુબાઈની તસવીર, જુઓ વીડિયો

થોડા દિવસ પહેલા જ આવેલી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવી રહી છે, આ ફિલ્મ દર્શકોને પણ ખુબ જ પસંદ આવી રહી છે અને હજુ પણ સિનેમાઘરોમાં હાઉસફુલ જોવા મળી રહ્યું છે, ત્યારે આ ફિલ્મના ગીત અને ડાયલોગને પણ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને તેના વીડિયો પણ બનાવી રહ્યા છે.

આ ફિલ્મમાં અભિનેત્રી આલિયા ભટ્ટે ખુબ જ શાનદાર અભિનય કર્યો છે અને તેના દમદાર અભિનયથી દર્શકોને પણ કાયલ કરી દીધા છે. આ ફિલ્મ બાદ ગંગુબાઈના ચાહકો પણ ખુબ જ ક્રેઝી બની ગયા છે, હાલમાં એવા જ એક ચાહકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પનીર ઉપર ગંગુબાઈની તસવીર બનાવી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોને પ્રફુલ જૈન નામના ઈન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. ટૂંકી ક્લિપમાં, પ્રફુલને તીક્ષ્ણ છરી વડે પનીરના ટુકડા પર ગંગુબાઈ કોતરતા જોઈ શકાય છે. તેણે આલિયાનું પોટ્રેટ સુંદર રીતે કોતર્યું અને તેને જાહેર કરવા માટે તેના પર ડાર્ક સોયા સોસ રેડ્યો. પ્રફુલની કૌશલ્ય જોઈને સોશિયલ મીડિયા પર તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Praful Jain (@praful_creations)

આ વીડિયો શેર કરતાં પ્રફુલે લખ્યું- ‘પનીર પર @aliabhatt ગંગુબાઈ બનાવવાનો મારો પ્રયાસ. આ આર્ટ ફોર્મ ખરેખર પડકારજનક છે, પરંતુ મને તે બનાવવામાં આનંદ આવે છે, ખાસ કરીને જ્યારે તે ઘરે પનીર બનાવવાની વાત આવે છે. તેણે એ પણ જણાવ્યું કે પનીરનો બગાડ થતો નથી, તેનો ઉપયોગ ખાવામાં થતો હતો. આ વીડિયોને જોઈ ઘણા લોકો કોમેન્ટમાં તેના આ આર્ટની પ્રસંશા કરી રહ્યા છે.

Niraj Patel