અર્પિતા ખાન સાથે સલમાન ખાનની આ તસવીરની લોકોએ ઉડાવી મજાક, જુઓ તસવીર

લોકોએ સલમાન ખાનને ઉધડો લીધો, જાણો

બોલિવુડ અભિનેતા સલમાન ખાનની બહેન અર્પિતા ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેની અને પરિવારની તસવીર અને વીડિયો શેર કરતી રહે છે. અર્પિતા ખાને તાજેતરમાં જ ભાઇ સલમાન ખાન સાથેે એક તસવીર શેર કરી છે.

સલમાન ખાન તેમની લાડલી બહેન અર્પિતા ખાનની ઘણી નજીક છે. બંને ઘણી ક્લોઝ બોન્ડિંગ શેર કરે છે.અહીં સુધી કે, સલમાન ખાન તેમની લાડલી બહેનની આંખોમાં આંસુ પણ જોઇ શક્તા નથી.

હાલમાં જ અર્પિતા ખાને લગભગ 7 વર્ષ જૂની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરમાં સલમાન ખાન તેમની લાડલી બહેન સાથે ટોવેલમાં તસવીર ક્લિક કરાવે છે. અર્પિતા આ તસવીરમાં ક્રીમ કલરના લહેંગામાં મેકઅપ વિના સલમાન ખાન સાથે જોવા મળી રહી છે.

તમને જણાવી દઇએ કે, આ તસવીર અર્પિતાના લગ્ન સમયની છે. અર્પતાએ નવેમ્બર 2014માં આયુષ શર્મા સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન હૈદરાબાદના તાજ ફલકનુમા પેલેસમાં થયા હતા. આ બાદ રિસેપ્શન 21 નવેમ્બરે હોટલ તાલ લૈંડ્સમાં ખાન પરિવાર તરફથી રાખવામાં આવ્યુ હતું.

આ તસવીરને શેર કરતા અર્પિતાએ લખ્યુ છે કે, ખૂબ જ સરસ તસવીર, આ તસવીર પર એક યુઝરે કમેન્ટ કરી જણાવ્યુ કે, આ શુ થઇ ગયુ ભાઇને. ત્યાં એક બીજા યુઝરે કહ્યુ તોંદ. એક અન્ય યુઝરે કમેન્ટ કરતા જણાવ્યુ કે, 6 પેક્સ ગાયબ…

તમને જણાવી દઇએ કે, અર્પિતા ખાન ખાન પરિવારની સૌથી નાની દીકરી છે. તે લાઇમલાઇટથી દૂર રહે છે. સલમાન ખાન ઘણીવાર તેમના બાળકો આહિલ અને આયત સાથે રમતા નજરે પડે છે. તેમના વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે.

અર્પિતા ખાનના પતિ અને અભિનેતા આયુષ શર્માની ફિલ્મ “અંતિમ”માં સલમાન ખાન જોવા મળશે. સલમાન ખાન એક પોલિસ અધિકારી અને આયુષ શર્મા એક ગેંગસ્ટરના રોલમાં જોવા મળશે.

Shah Jina