અર્જુન કપૂરના બર્થ ડે પર મલાઇકાએ ખૂબ લૂંટાવ્યો પ્રેમ, પેરિસમાં એકબીજાને પોતાના હાથથી ખવડાવતા નજર આવ્યા લવ બર્ડ્સ, જુઓ તસવીરો અને વીડિયો

48 વર્ષના મલાઈકા ભાભીને કુંવારા અર્જુન પર ઉભરાયો પ્યાર…લેડીલવ મલાઇકા અરોરા સાથે અર્જુન કપૂરે પેરિસમાં સેલિબ્રેટ કર્યો બર્થ ડે, બર્ગર અને ફ્રાઇસનો ઉઠાવ્યો લુપ્ત

મલાઇકા અરોરા અને અર્જુન કપૂર આ દિવસોમાં પેરિસમાં વેકેશન મનાવી રહ્યા છે અને બંને આ વેકેશનની લાજવાબ તસવીરો અને વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી રહ્યા છે. અર્જુન કપૂરના 37માં જન્મદિવસને તેની લેડી લવ મલાઇકા અરોરાએ સિટી ઓફ લવ એટલે કે પેરિસમાં સેલિબ્રેટ કર્યો હતો. બંનેએ એકબીજા સાથે શાનદાર પળ વિતાવ્યા હતા. મલાઇકાએ ઇન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા છે.જેમાં બંને ફૂડ એન્જોય કરતા જોવા મળે છે. મલાઈકા અરોરાએ ખુલ્લેઆમ અર્જુન કપૂર માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.

કેટલીક તસવીરો અને વીડિયોને શેર કરતા મલાઈકા અરોરાએ તેની પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘રવિવાર અને જન્મદિવસ પણ, બ્રંચ તો બનતા હૈ.’ પોતાના ડાયટનું ખૂબ ધ્યાન રાખતી મલાઈકાએ આ અવસર પર જંક ફૂડનો ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો. તેણે બર્ગરથી લઈને ફ્રેન્ચ ફ્રાઈસ જેવી ઘણી બધી વસ્તુઓનો સંપૂર્ણ આનંદ લીધો હતો. મલાઈકાએ આ પોસ્ટના અંતે એક ક્યૂટ વીડિયો પણ શેર કર્યો છે.

જેમાં અર્જુન કપૂર તેને પોતાના હાથથી ફ્રેન્ચ ફ્રાઈસ ખવડાવતો જોવા મળ્યો હતો. આ અવસર પર બંનેએ લાઈવ મ્યુઝિક પણ માણ્યું હતુ. આ બધા સિવાય મલાઈકાએ બર્થડે બોયની કેટલીક ઝલક પણ શેર કરી હતી. જેમાં તે તેને પોતાના હાથથી કંઈક ખવડાવતી જોવા મળે છે. મલાઈકા અને અર્જુને અર્જુનના બર્થ ડે પર ટ્વિનિંગ કર્યું હતુ. બંનેએ સફેદ શર્ટ પહેર્યો હતો. જો કે, દર વખતની જેમ મલાઇકાનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો.

ફેન્સને કપલના ફોટોઝ ખૂબ જ પસંદ આવી રહ્યા છે. મલાઈકા અને અર્જુનના ફોટો પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું- સુંદર કપલ. જ્યારે ઘણા યુઝર્સે હાર્ટ ઇમોજીસ પોસ્ટ કર્યા છે. અર્જુને હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામમાં પેરિસમાં એન્જોય કરતી વખતે મલાઈકા સાથેની તસવીરો શેર કરી હતી. ફોટામાં બંનેનો રોમેન્ટિક અંદાજ જોવાલાયક હતો. જણાવી દઇએ કે, મલાઈકા અને અર્જુન બોલિવૂડના એવા કપલમાંથી એક છે જે અવારનવાર એક યા બીજા કારણોસર હેડલાઈન્સમાં રહે છે.

તેમની જોડી એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે અર્જુન મલાઈકા કરતા લગભગ 12 વર્ષ નાનો છે અને ઘણીવાર આ કારણે તે ટ્રોલ પણ થાય છે. જો કે, મલાઈકાએ ઘણી વખત સ્પષ્ટ કર્યું છે કે તેને કોઈના કંઈપણ કહેવાથી ફરક પડતો નથી. મલાઈકા અરોરાએ વર્ષ 2017માં પતિ અરબાઝ ખાનથી છૂટાછેડા લીધા હતા અને લગભગ 18 વર્ષના લગ્ન સંબંધનો અંત આણ્યો હતો. મલાઈકા અને અરબાઝના અલગ થવાના સમાચારે ફેન્સને ચોંકાવી દીધા હતા. છૂટાછેડાના થોડા સમય બાદ મલાઈકા અને અર્જુન કપૂરના રોમાંસના સમાચાર સામે આવવા લાગ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

મલાઈકા અને અર્જુન કપૂર સૌપ્રથમ ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેઓ 2018 માં લેક્મે ફેશન વીકમાં સાથે બેઠા હતા. આ પછી, તેઓ ઘરેથી લઈને ફરવા સુધી ઘણી વખત એકબીજા સાથે જોવા મળ્યા હતા, પરંતુ પહેલીવાર તેઓએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા દુનિયાની સામે ખુલ્લેઆમ એકબીજા માટેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. તે સમયે પ્રસંગ અર્જુન કપૂરના જન્મદિવસનો હતો. વર્ષ 2019માં બંને અર્જુનનો જન્મદિવસ ઉજવવા માટે ન્યૂયોર્ક પહોંચ્યા હતા, જ્યાં પહેલીવાર બંનેએ દુનિયા સામે તેમના સંબંધોને ઓફિશિયલ કર્યા હતા.

Shah Jina