બ્રેકઅપ બાદ ખુલ્લેઆમ અર્જુન કપૂર અને મલાઇકા અરોરાએ કર્યુ Hug, વીડિયો થયો વાયરલ

બોલીવુડ એક્ટર અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે આ ભૂતપૂર્વ બોલિવૂડ કપલ તેમના એક વીડિયોને કારણે હેડલાઇન્સમાં છે. અર્જુન અને મલાઈકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને સ્ટાર્સ તેમના બ્રેકઅપ પછી ખુલ્લેઆમ ખુશીઓ આપ-લે કરતા જોવા મળે છે.

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા એક ઇવેન્ટમાં પહોંચે છે અને પબ્લિકલી એકબીજાને ગળે લગાવે છે. આ પછી બંને થોડીવાર એકબીજા સાથે વાત કરતા પણ જોવા મળે છે. પછી, તેઓ રેડ કાર્પેટ પર કેમેરા માટે પોઝ આપે છે, ત્યારબાદ બંને ત્યાંથી નીકળી જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

અર્જુન અને મલાઈકાનો આ વાયરલ વીડિયો મુંબઈમાં આયોજિત “હોમબાઉંડ” ના પ્રીમિયરનો છે. ઈશાન ખટ્ટર, જાહ્નવી કપૂર અને વિશાલ જેઠવા સ્ટારર આ ફિલ્મને ભારતના ઓસ્કાર નોમિની તરીકે પસંદ કરવામાં આવી છે. ફિલ્મના નિર્માતાઓએ સોમવારે મુંબઈમાં “હોમબાઉન્ડ” નું ખાસ સ્ક્રીનિંગ રાખ્યું હતું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. જો કે અર્જુન કપૂર અને મલાઈકા અરોરાએ ખાસ સ્ક્રીનિંગમાં ધ્યાન ખેંચ્યું.

Previous Article

24 વર્ષની એ હસીના જેણે ફેન ફોલોઇંગમાં શાહરૂખ ખાનના પણ ઉડાવ્યા હોંશ, એક એપિસોડની ફીસ 18 લાખ રૂપિયા- નેટવર્થ 250 કરોડ

Next Article

પતિ સાથે રોમાંસમાં લાગેલી હતી હિના ખાન, બાજુમાં બેઠેલી શહેનાઝ ગિલે ફેરવી લીધો ચહેરો....વીડિયો જોઇ લોકો બોલ્યા- શર્મો હયા ક્યાં ગઇ

error: Protected Content!