આજે અમે તમને એક એવી હસીના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની માત્ર 23 વર્ષની ઉંમરે જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. બોલીવુડના કિંગ ખાન, શાહરૂખ ખાન પણ આ હસીના આગળ ફેલ છે. અનન્યા પાંડે, સુહાના ખાન અને રાશિ પણ તેની સુંદરતાની સરખામણીમાં ફિક્કા પડી જાય છે.

આ ઇન્ડસ્ટ્રીમાં ઘણા સ્ટાર્સ છે જેમણે વિશાળ ફેન ફોલોઈંગ અને નેટવર્થ બંનેની દ્રષ્ટિએ એકબીજાને પાછળ છોડી દીધા છે. 24 વર્ષની ઉંમરે ફેન ફોલોઈંગ અને નેટવર્થની દ્રષ્ટિએ અનેક સ્ટાર્સને જન્નત ઝુબૈર પાછળ છોડે છે. જન્નત ટેલિવિઝન જગતની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે.

તે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છે. તે અનેક ટીવી શોમાં દેખાઈ છે અને ચાહકોના દિલ જીતી ચૂકી છે. તેણે રાની મુખર્જીની ફિલ્મ “હિચકી” માં અભિનય પણ કર્યો હતો અને અનેક રિયાલિટી શોમાં પણ દેખાઈ છે. ફેન ફોલોઈંગની દ્રષ્ટિએ જન્નત ઝુબૈર બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાનને પણ ટક્કર આપે છે.

શાહરૂખ ખાનના ઇન્સ્ટાગ્રામ પર 48.5 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જ્યારે ઝુબૈરના 50 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે. તેણે “ફિયર ફેક્ટર: ખતરોં કે ખિલાડી 12” અને “સ્માઇલિંગ શેફ” સહિત અનેક રિયાલિટી શોમાં પણ ભાગ લીધો છે. તેણે અનેક મ્યુઝિક આલ્બમમાં પણ કામ કર્યું છે. જણાવી દઇએ કે જન્નતે “ખતરોં કે ખિલાડી 12” માટે સૌથી વધુ ₹1.8 મિલિયન ફી લીધી હતી, તે દરેક સોશિયલ મીડિયા પોસ્ટ માટે ₹1.5 થી ₹2 લાખ ફી લે છે.

જાણીને નવાઈ લાગશે કે માત્ર 21 વર્ષની ઉંમરે જન્નતે સ્વપ્નના શહેરમાં મુંબઈમાં પોતાનું ઘર ખરીદ્યું હતું. જન્નત માત્ર એક પ્રખ્યાત અભિનેત્રી જ નહીં પણ એક બિઝનેસવુમન પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જન્નતની કુલ સંપત્તિ લગભગ ₹250 કરોડ હોવાનો અંદાજ છે, જે બોલિવૂડના કોઇ મોટા સ્ટારથી કમ નથી.
