બેકલેસ ફ્લોરલ ડ્રેસમાં 47 વર્ષની મલાઈકા બોયફ્રેન્ડ અર્જુનને લઈને માબાપના ઘરે ઈસ્ટર લંચ કરવા માટે પહોંચી

મલાઈકા અને પ્રેમી અર્જુનની આ 7 તસવીરો જોઈને ફેન્સ બોલ્યા “માં-દીકરા” જુઓ તસવીરો

દેશમાં 4 એપ્રિલના રોજ ઈસ્ટર તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ઈસ્ટર ઈસાઈ ધર્મના લોકો દ્વારા મનાવવામાં આવતો એક પવિત્ર તહેવાર છે. આ તહેવાર ઈસા મસીહના પુનર્જીવિત હોવાની ખુશીમાં મનાવવામાં આવે છે.

Image Source

એવામાં બોલીવુડના રોમેન્ટિક કપલ એવા અર્જુન કપૂર અને મલાઈકાએ પણ ઈસ્ટર તહેવારની ઉજવણી કરી હતી.આ ખાસ મૌકા પર અર્જુન મલાઇકાના પેરેન્ટ્સને પણ મળ્યા હતા. બંને ઈસ્ટર લન્ચ પર જતા સ્પોટ થયા હતા અને તેઓનો રોમેન્ટિક અંદાજ ખુબ વાયરલ થયો હતો.

Image Source

આ સમય મલાઈકાએ બેકલેસ ફ્લોરલ મેક્સી ડ્રેસ પહેરી રાખ્યો હતો , જે પીળા રંગનો હતો. મલાઈકાએ લાઈટ મેકઅપ અને હાઈ બન બનાવી રાખ્યું હતું. જેમાં તે ખુબ જ કાતિલાના દેખાય રહી હતી.

Image Source

મલાઈકાના બેકલેસ ડ્રેસ પર દર્શકોની નજરો થંભી ગઈ હતી, જયારે અર્જુન ટીશર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલા જોવા મળ્યા હતા.સેફ્ટિનું  ધ્યાન રાખતા બંનેએ માસ્ક પણ પહેરી રાખ્યા હતા.બંનેએ મીડિયા સામે શાનદાર પોઝ પણ આપ્યા હતા.

Image Source

જો કે મલાઈકા-અર્જુન ઘણીવાર એકબીજા સાથે પાર્ટી કે ઇવેન્ટમાં સ્પોટ થતા રહે છે. બંનેએ પોતાનું રિલેશન જગજાહેર કરી દીધું છે. મલાઇકા છેલ્લી વાર ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં જજના સ્વરૂપે જોવા મળી હતી જ્યારે અર્જુન કપૂર રકૂલ પ્રતિ સાથે ફિલ્મ ‘સરદાર કે ગ્રેન્ડસન્સ’માં જોવા મળશે.

બોલિવુડ અભિનેત્રી અને ફિટનેસ ફ્રીક મલાઇકા અરોરા અવાર નવાર તેના લુકને લઇ ચર્ચામાં હોય છે, ત્યારે તેને ઘણીવાર જીમ, યોગા ક્લાસ અને ડાન્સ ક્લાસ બહાર સ્પોટ કરવામાં આવે છે. તેને પોતાના કેમેરામાં કેદ કરવા માટે પેપરાજીઓ હંમેશા તૈયાર જ હોય છે. તેનો જીમ લુક હોય કે કોઇ પાર્ટીનો લુક તેને લઇને તે હંમેશા ચર્ચામાં જ રહે છે.

Source
Source

અર્જુન કપૂર હાલમાં પોતાની આવનારી ફિલ્મ “ભૂત પુલીસ”ના શૂટિંગમાં વ્યસ્ત છે. તે પોતાની આખી ટિમ સાથે અત્યારે હિમાચલમાં શૂટિંગ કરી રહ્યો છે. આ બધા વચ્ચે જ મલાઈકા પણ હિમાચલમાં પોતાના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવા માટે પહોંચી હતી. ત્યારે મલાઈકાએ અર્જુન કપૂર સાથેની ખુબ જ રોમેન્ટિક તસ્વીર પણ શેર કરી છે.

થોડા સમય પહેલા જ મલાઈકાએ એક વિડીયો પણ શેર કર્યો હતો. જેમાં કેટલીક તસવીરો ભેગી કરી અને વિડીયો બનાવી તસ્વીરમાં રહેલા લોકોનો ધન્યવાદ પાઠવ્યો હતો. આ વિડીયોમાં સૌથી પહેલી તસ્વીર પણ અર્જુન કપૂરની હતી.

Krishna Patel