48 વર્ષની મલાઈકા 36 વર્ષના કુંવારા પ્રેમીને લઈને વેકેશન મનાવવા નીકળી, યુઝર્સે કહ્યું- અર્જુન તમે નસીબદાર છો

પોતાનાથી 12 વર્ષ નાના પ્રેમી અર્જુન કપૂરનો જન્મ દિવસ ઉજવવા માટે નીકળેલી મલાઈકા એરપોર્ટ ઉપર સ્પોટ થતા જ થઇ ગઈ ટ્રોલ, લોકોએ કહ્યું, “પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ કે શું ?” જુઓ વીડિયો

અર્જુન કપૂર અને મલાઈકા અરોરાની જોડી હંમેશા ચર્ચામાં રહે છે. પહેલા જ્યાં બંને એકબીજા વિશે વાત કરવાનું ટાળતા હતા. ત્યાં હવે બંને સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ એકબીજાની તસવીરો શેર કરે છે અને એકબીજા પ્રત્યેનો પ્રેમ પણ વ્યક્ત કરે છે. બોલિવૂડનું આ ફેમસ કપલ એકબીજાને સ્પેશિયલ ફીલ કરાવવાની એક પણ તક જવા દેતું નથી.

ફરી એકવાર મલાઈકા અરોરા અને અર્જુન કપૂર કામમાંથી સમય મળતાં જ વેકેશન પર ગયા છે. બંને મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બે દિવસ પછી એટલે કે 26 જૂનના રોજ અર્જુન કપૂર તેનો 37મો જન્મદિવસ સેલિબ્રેટ કરવાનો છે અને આવી સ્થિતિમાં તે મલાઈકા અરોરા સાથે એક ખાસ જગ્યાએ ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે નીકળી ગયો છે.

અર્જુન કપૂરે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે અને કહ્યું છે કે મલાઈકા તેને વારંવાર યાદ કરાવવાનું ભૂલી નથી રહી કે તેનો જન્મદિવસ વીકએન્ડ નજીક છે. અર્જુન કપૂરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર મલાઈકા અરોરા તરફથી મળેલી ભેટની ઝલક શેર કરી છે. લોકો મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની જોડીને પસંદ કરે છે અને આ કપલને વહેલી તકે લગ્ન કરતા જોવા માંગે છે.

એવા પણ ઘણા લોકો છે જેઓ સતત તેમને નિશાન બનાવે છે. મોડી રાત્રે એરપોર્ટ પરથી સામે આવેલો વીડિયો જોયા બાદ પણ લોકો મલાઈકા અરોરાને તેના કપડા માટે ટ્રોલ કરી રહ્યા છે. જ્યારે અર્જુન કપૂર એરપોર્ટ પર કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો, તો મલાઈકા હૂડી-શૉર્ટ્સ સાથે બ્લેક બૂટમાં જોવા મળી હતી.

એક વ્યક્તિએ કોમેન્ટ કરતાં લખ્યું, ‘મલાઈકા પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ.’ લોકો અવારનવાર મલાઈકા અરોરાની ડ્રેસિંગ સ્ટાઈલને નિશાન બનાવતા રહે છે. અર્જુન કપૂર 26 જૂને 37 વર્ષનો થશે. અર્જુન અને મલાઈકા જન્મદિવસ મનાવવા માટે રવાના થઈ ગયા છે. પરંતુ હજુ સુધી બંને ક્યાં ગયા છે તેની કોઈ માહિતી નથી.

Niraj Patel