અર્જુન કપૂરની પોસ્ટે મચાવી સનસની, 49 વર્ષની મલાઈકાએ કરી લીધું બ્રેકઅપ? જાણો અંદરની વિગતો

Malaika-Arjun Breakup Rumour : બોલિવૂડના ફેવરિટ સ્ટાર કપલ અર્જુન કપૂર અને મલાઈકા અરોરા વચ્ચે ઉંમરમાં 12 વર્ષનો તફાવત છે, જેના કારણે તેઓ ઘણીવાર હેડલાઈન્સમાં રહે છે. તેઓ ઘણી બાબતો માટે ટ્રોલ પણ થાય છે. હાલમાં જ અર્જુન કપૂરની પોસ્ટ સામે આવ્યા બાદ ફરી એકવાર બંનેના બ્રેકઅપની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

અર્જુન-મલાઇકાના બ્રેકઅપની થઇ ચર્ચાઓ
અર્જુન અને મલાઈકા ઘણીવાર લોકો સામે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે. બંને ક્યાંય પણ એકબીજા પર પ્રેમ વરસાવવાનો એક પણ મોકો છોડતા નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી બંને વચ્ચે કંઈ સારું નથી ચાલી રહ્યું. આવી સ્થિતિમાં હવે અર્જુન કપૂરની જે તસવીરો સામે આવી છે તેણે સોશિયલ મીડિયા પર સનસની ફેલાવી દીધી છે.

અભિનેતાના સોલો વેકેશનની તસવીરોએ મચાવી સનસની
અભિનેતાએ તેના સોશિયલ મીડિયા પર સોલો વેકેશનની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મલાઈકા અરોરાને ન જોઈને ચાહકોએ ફરી એકવાર બંનેના બ્રેકઅપની અટકળો શરૂ કરી દીધી છે. અર્જુન કપૂરે ફોટો સાથે લખ્યું- ‘જીંદગી ટૂંકી છે, વીકએન્ડને લાંબો બનાવો.’ આ તસવીરો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ- ભાઈ મલાઈકા તેની સાથે કેમ નથી અને તે ક્યાં છે.

મલાઇકા પણ ઇવેન્ટમાં અર્જુન સાથે ના દેખાઇ
તો ઘણા લોકોએ બંનેના બ્રેકઅપ પર કમેન્ટ પણ કરી. બીજી તરફ મુંબઈમાં એપી ધિલ્લોન દ્વારા આયોજિત ઈવેન્ટમાં મલાઈકા પણ એકલી પહોંચી હતી. જે બાદ પણ ઘણા લોકો બ્રેકઅપની અટકળો લગાવવા લાગ્યા હતા. એક મીડિયા રીપોર્ટ અનુસાર, અર્જુન અને મલાઈકા આ અફવાઓ પર પ્રતિક્રિયા આપવી જરૂરી નથી માનતા.

પહેલા પણ ઉડી ચૂકી છે બ્રેકઅપની અફવા
આવી ચર્ચાઓ પર તે હસી રહ્યા છે. બંનેએ પોતાના સંબંધોને લઈને આવી ગપસપ પર પ્રતિક્રિયા ન આપવાનો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે અર્જુન અને મલાઈકા સાથે આવું પહેલીવાર નથી થઈ રહ્યું કે યૂઝર્સ તેમના સંબંધો વિશે ટિપ્પણી કરી રહ્યા છે. આ કપલ ઘણીવાર લાઈમલાઈટમાં રહે છે.

લગ્ન કરવાનો હાલ નથી કોઇ ઇરાદો
બંને ઘણી વખત ટ્રોલ પણ થયા છે. પરંતુ તે આવી અફવાઓ સામે ક્યારેય પ્રતિક્રિયા આપતો નથી. બંને લાંબા સમયથી એકબીજાની સાથે છે અને ઘણા પ્રસંગોએ ખુલાસો પણ કર્યો છે કે તેમનો હાલ તો લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી.

Shah Jina