સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ પરિવારની હાલતને લઇને આ બે સ્ટાર્સ ઝઘડી પડી, સંભાવના સેઠે આપ્યો ગૈહર ખાનને કરારો જવાબ

તૂ-તૂ મૈં-મૈં:સિદ્ધાર્થના નિધન બાબતે બે દિગ્ગજ અભિનેત્રિ બાખડી, સંભાવના સેઠે ગૌહર ખાનને જડબાતોડ જવાબ આપ્યો

ટીવીના જાણિતા અભિનેતા અને બિગબોસ-13 વિનર સિદ્ધાર્થ શુક્લાની મોત બાદ ચાહકોથી લઇને સેલેબ્સ સુધી બધામાં શોકની લહેર છે. અભિનેતાના નિધન બાદ તમામ સ્ટાર્સ પરિવારને સાંંત્વના આપવા પહોંચ્યા. તેમાંથી કેટલાક સ્ટાર્સે મીડિયા સાથે વાતચીત કરી અને અભિનેતાના પરિવારની હાલત વિશે જણાવ્યુ.

બિગબોસ હાઉસમાં સિદ્ધાર્થ સાથે રહેલી ગૌહર ખાને આવું કરવા પર સેલેબ્સને લતાડ્યા અને હવે આ વિશે અભિનેત્રી સંભાવના સેઠેનું પણ નિવેદન સામે આવ્યુ છે. સંભાવના સેઠ પોતાની એક યુટયૂબ ચેનલ ચલાવે છે. સિદ્ધાર્થના નિધનના દિવસે પણ તેણે ઘરે જતા સમયે Vlog બનાવ્યો હતો. જેના પર સોશિયલ મીડિયા યુઝર્સ સહિત ગૌહર ખાને પણ આવા સેલેબ્સને ફટકાર લગાવી હતી.

ગૌહર ખાનની વાતનો જવાબ આપતા સંભાવનાએ લખ્યુ કે, આપણે સેલેબ્સ થઇને પણ એક ચાહકની જેમ સુશાત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કારમાં તેમના પરિવાર અને મિત્રો વિશે જાણવા માટે ચિંતિંત હતા. ઠીક એવી જ રીતે સિદ્ધાર્થ શુક્લાના ચાહકો પણ ટીવીથી ચિપકેલા રહ્યા. એ જાણવા માટે કે તેમના પરિવાર અને મિત્રો કેવા હાલમાં છે. તેમને જાણવાનો પૂરો હક છે કે અંદર શુ થઇ રહ્યુ છે.

સંભાવનાએ તેના બીજા ટ્વીટમાં લખ્યુ કે, સોશિયલ મીડિયાથી તેમના ચાહકોને થોડી ઝલક જોવા દેવી ક્રાઇમ નથી. જયા સુધી તમે અંદરની તસવીરો અને વીડિયો લીક નથી કરી રહ્યા, જે મેં નથી કરી. જે લોકો તેમના ટ્વીટથી ઓવર સ્માર્ટ બની રહ્યા છે, તે પણ સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરી રહ્યા હતા એ જાણવા માટે કે ત્યાં શુ થઇ રહ્યુ છે.

Shah Jina