અરે બાપ રે..ખોદકામ દરમિયાન મળ્યું અધધધ સોનુ, 1200 વર્ષ જૂની મજારમાં ખજાના સાથે મળી આ વસ્તુઓ

વર્ષો જૂની ક્બરના ખોદકામ દરમિયાન મળ્યું અઢળક સોનુ, સાથે જ મળ્યા એટલા બધા મૃતદેહ કે જાણીને હેરાન રહી ગયા સૌ કોઈ, વીડિયો થયો વાયરલ

Archaeologists Tomb : દુનિયાભરમાં ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં ખોદકામ દરમિયાન ઘણી રહ્યસ્મય વસ્તુઓ પણ મળી  આવતી હોય છે અને ઘણીવાર તો સદીઓ પહેલા દટાયેલો ખજાનો પણ મળી આવે છે. પુરાતત્વ વિભાગ દ્વારા આવા ખોદકામ કરવામાં આવતા હોય છે, ત્યારે હાલ એક જગ્યાએથી ખજાના સાથે એવી એવી વસ્તુઓ મળી આવી કે જે જાણીને લોકોના હોશ ઉડી ગયા.

જે જગ્યાએ આ ખોદકામ કરવામાં આવ્યું તે 1200 વર્ષ જૂની મજારમાં થયું છે. જેમાં ઘણી ચોંકાવનારી બાબતો જાણવા મળી છે. ઘણાં સોનાની સાથે, તેમાં ઓછામાં ઓછા 32 મૃતદેહોનો પણ સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે આ 32 લોકોની બલિ આપવામાં આવી હતી. મેટ્રો યુકેના અહેવાલ મુજબ, આ શોધ પનામામાં થઈ છે. પનામા સિટીથી લગભગ 110 માઇલ દૂર અલ કેનો આર્કિયોલોજિકલ પાર્કમાં કરવામાં આવેલી આ શોધમાં સોનાની શાલ, બેલ્ટ, જ્વેલરી અને વ્હેલના દાંતથી સુશોભિત ઇયરિંગ્સ જેવી કિંમતી વસ્તુઓનો સમાવેશ થાય છે.

ન્યૂઝ આઉટલેટ અનુસાર, અધિકારીઓનું માનવું છે કે વસ્તુઓને કોકલ સંસ્કૃતિના ઉચ્ચ પદના વ્યક્તિ સાથે દફનાવવામાં આવી હતી. સમુદાયના વડાને મૃત્યુ પછીના જીવનમાં સાંત્વના આપવા 32 લોકોનું બલિદાન આપવામાં આવ્યું હતું. જો કે મૃતદેહોનો ચોક્કસ આંકડો જાણવા હજુ તપાસની કામગીરી ચાલુ છે. પનામાના સંસ્કૃતિ મંત્રાલયના લિનેટ મોન્ટેનેગ્રોએ જણાવ્યું હતું કે, આ ખજાનાની કિંમત ઘણી વધારે છે.

એવું માનવામાં આવે છે કે આ મકબરો 750 એડી માં ઉચ્ચ કક્ષાના પુરુષ નેતા માટે બનાવવામાં આવ્યો હતો. તેને મહિલાના મૃતદેહ ઉપર દફનાવવામાં આવ્યો હતો. તે સમયે ચુનંદા વર્ગના લોકોને દફનાવવાની આ પરંપરા હતી. કબરમાંથી મળી આવેલી અન્ય વસ્તુઓમાં બંગડીઓ, માનવ આકૃતિઓ સાથેની બુટ્ટી, મગરના શબ, ઘંટ, કૂતરાના દાંતમાંથી બનાવેલ સ્કર્ટ, હાડકાની વાંસળી અને સિરામિક વસ્તુઓનો સમાવેશ થાય છે. અલ કેનોમાં ખોદકામનું કામ 2008થી ચાલી રહ્યું છે.

Niraj Patel