56 વર્ષના અરબાઝ ખાને બીજીવાર બહેન અર્પિતાના ઘરે ગુપચુપ રીતે કરી લીધા આ હસીના સાથે લગ્ન, તસવીરો થઇ રહી છે વાયરલ, જુઓ

Arbaaz Khan Wedding Photos : હાલ લગ્નની સીઝન વચ્ચે બોલીવુડના ગલિયારામાંથી પણ કેટલાક સેલેબ્સના લગ્નની ખબરો સામે આવતી હોય છે, તો કોઈ સગાઈના બંધનમાં પણ બંધાતા જોવા મળે છે. હાલ એક એવી જ એક ખબરે ઇન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી દીધી છે. બોલીવુડના ભાઈજાન એવા સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે, તેને પોતાની બહેન અર્પિતાના ઘરે એક ખાનગી સમારંભમાં ગુપચુપ રીતે લગ્ન કરી લીધા છે અને હવે લગ્નની તસવીરો પણ વાયરલ થઇ રહી છે.

બહેન અર્પિતાના ઘરે થયા લગ્ન :

જ્યોર્જિયા એન્ડ્રિયાનીને લગભગ ચાર વર્ષ સુધી ડેટ કર્યા બાદ અરબાઝ ખાને મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે લગ્ન કર્યા. રવિવારે બહેન અર્પિતાએ અરબાઝ માટે એક ભવ્ય ઈવેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. અરબાઝ ખાને તેની ગર્લફ્રેન્ડ શુરા ખાન સાથે ક્રિસમસના એક દિવસ પહેલા 24 સપ્ટેમ્બરે લગ્ન કર્યા હતા. અરબાઝ રવિવારે રાત્રે વરરાજાના લુકમાં જોવા મળ્યો હતો. અરબાઝ અને શૂરા બંનેએ સોશિયલ મીડિયા પર તેમના લગ્નની તસવીરો શેર કરી છે, જેમાં કપલ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે.

સુંદર લાગતું હતું કપલ :

જ્યારે અરબાઝ ખાને ફ્લોરલ પેટર્નવાળી શેરવાની પહેરી છે, ત્યારે શૂરા ખાન મેચિંગ લહેંગામાં જોવા મળી હતી. લગ્નની તસવીરો શેર કરતી વખતે અરબાઝ શુરાએ સોશિયલ મીડિયા પર લખ્યું, “અમારા નજીકના લોકોની હાજરીમાં, મેં અને મારા પ્રિયજનોએ આ દિવસથી જીવનભરનો પ્રેમ સાથે લીધો છે. અમારા આ ખાસ દિવસે, અમને તમારી પ્રાર્થના અને આશીર્વાદની જરૂર છે.” આ ખાસ અવસર પર ઘણી સેલિબ્રિટી અને ચાહકોએ અરબાઝ અને શુરા ખાનને શુભેચ્છા પાઠવી છે.

આ મહેમાનોએ આપી હાજરી :

અરબાઝ ખાનના લગ્નમાં આવેલા મહેમાનોની વાત કરીએ તો આ ભવ્ય લગ્નમાં બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. આ ખાસ અવસર પર સુપરસ્ટાર સલમાન ખાન, મલાઈકા અરોરાનો પુત્ર અરહાન ખાન, રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસોઝા, બાબા સિદ્દીકી, સલમા ખાન, હર્ષદીપ કૌર અને યુલિયા વંતુર સહિત ઘણા મોટા ચહેરાઓ પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા. લગ્નના ફોટા અને વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

મલાઈકા સાથે થયા હતા છૂટાછેડા :

અરબાઝ ખાનના અંગત જીવનની વાત કરીએ તો તેણે વર્ષ 1998માં બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યા હતા. આ દંપતી લગભગ 19 વર્ષ સુધી સાથે રહ્યા અને પછી 2017માં છૂટાછેડા થઈ ગયા. અરબાઝ ખાનને મલાઈકા અરોરાથી અરહાન ખાન નામનો પુત્ર પણ છે. અરબાઝ ઘણી વખત અરહાન ખાન સાથે જોવા મળ્યો છે. મલાઈકા અરોરા પછી અરબાઝ ખાનનું નામ જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે જોડાયું હતું. એવા અહેવાલો હતા કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે અને ગમે ત્યારે લગ્ન કરી શકે છે, જો કે થોડા સમય પછી શૂરાનું નામ સામે આવ્યું. શૂરા ખાન સાથે અરબાઝ ખાનના આ બીજા લગ્ન છે.

Niraj Patel