અરવલ્લીમાં યુવકે પહેલા યુવતીને માર માર્યો હતો, પછી કરી લીધું અપહરણ, CCTV માં ઘટના થઇ કેદ

ગુજરાતમાંથી લવ જેહાદના મામલાઓ સતત સામે આવવા લાગ્યા છે, પોલીસ દ્વારા પણ હવે આવા મામલાઓમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે, હાલ એક ખુબ જ ચોંકવાનારી ઘટના અરવલ્લી જિલ્લ્માંથી સામે આવી છે, જ્યાં એક યુવકે પહેલા યુવતીને માર માર્યો અને બાદમાં તેનું અપહરણ કરી લીળી હોવાનું સીસીટીવી ફુટેજમાં  જોવા મળી રહ્યું છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર અરવલ્લીના ધનસુરા તાલુકાના મોટી વાવ ગામની યુવતીને યુવક દ્વારા પ્રેમ જાળમાં ફસાવવામાં આવી હતી, જેના બાદ તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. જેના બાદ 13 ઓગસ્ટના રોજ જાફરાબાદના યુવક સામે ધનસુરા પોલીસે મથકે યુવતીના પરિવારજનોએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

યુવતીના પરિવરજનો દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે જુદી જુદી ટીમો બનાવી યુવક-યુવતીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.જેના બાદ બાતમી મળતા યુવક-યુવતી મુંબઈ હોવાનું માલુમ પડયું હતું. જેના બાદ અરવલ્લી એલસીબી અને ધનસુરા પોલીસની ટીમ મુંબઈ પહોંચી હતી. મુંબઈથી યુવક યુવતીને ઝડપી પાડી અરવલ્લી જિલ્લા પોલીસ ભવન ખાતે લાવી પૂછપરછ હાથધરી હતી અને તેમને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા હતા.

પુછપરછમાં યુવક પરણિત હોવાની માહિતી પણ સામે આવી હતી, આ મામલો લવ જેહાદનો છે કે નહિ તે અંગે હજુ તપાસ ચાલી રહી છે, ત્યારે આ ઘટનામાં યુવક યુવતીને માર મારી રહ્યો હોય તેવો વીડિયો પણ સોશિયલ મળિયામાં વાયરલ થવાના કારણે ચર્ચાનો વિષય બન્યો છે.

Niraj Patel