ભારતમાં iPhone લોન્ચ થતાની સાથે જ રસિકો ઉતાવળા બન્યા, શું છે ખાસ આઈફોન 14માં, જાણો કંપનીએ આ નવા મોડલમાં શું કર્યા બદલાવ

આઈફોનના ચાહકો દુનિયાભરમાં છે અને આ ફોન ભારતમાં પણ ખુબ જ પસંદ કરવામાં આવે છે. જેના કારણે તેની નવી સિરીઝ લોન્ચ થતા જ આઈફોન રસિયાઓ તેને ખરીદવા માટે આતુર પણ થતા હોય છે. ત્યારે હવે એપલે આખરે તેની iPhone 14 સિરીઝ લોન્ચ કરી દીધી છે. કંપનીએ તેમાં બે હેન્ડસેટ લોન્ચ કર્યા છે, જેમાં iPhone 14 અને iPhone 14 Plus સામેલ છે. આ સાથે કંપની ફરી એક વખત પોતાનો પ્લસ સ્માર્ટફોન માર્કેટમાં લાવી છે. iPhone 8 સીરિઝ પછી કોઈ પ્લસ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું નથી.

તમને iPhone 14 અને iPhone 14 Plus વચ્ચે બહુ ફરક દેખાશે નહીં. માત્ર એટલો જ તફાવત છે કે બંને ઉપકરણો વચ્ચે સ્ક્રીનનું કદ. આ ઉપરાંત ડિઝાઇન અને ગોઠવણીના સંદર્ભમાં, કંપનીએ કોઈ ગ્રાઉન્ડ બ્રેકિંગ સુધારો કર્યો નથી. હા, તેમાં નવાના નામે સેટેલાઇટ કોલિંગની સુવિધા મળશે. ચાલો જાણીએ આ સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ.

કંપનીએ બંને સ્માર્ટફોનને ઘણા કલર ઓપ્શનમાં લોન્ચ કર્યા છે. ભારતમાં iPhone 14ની કિંમત 79,900 રૂપિયા છે, જ્યારે iPhone 14 Plusની કિંમત 89,900 રૂપિયા છે. વૈશ્વિક બજારમાં iPhone 14ની કિંમત $799 (લગભગ 63,652 રૂપિયા) થી શરૂ થાય છે. આ ઉપરાંત iPhone 14 Plusની કિંમત $899 (લગભગ 71,600 રૂપિયા) છે. જ્યાં સ્ટાન્ડર્ડ વેરિઅન્ટનું વેચાણ 16 સપ્ટેમ્બરે થશે, જ્યારે પ્લસ વેરિઅન્ટ 7 ઓક્ટોબરે વેચાણ પર આવશે.

સ્પેસિફિકેશનના સંદર્ભમાં તમને ઘણું નવું જોવા મળશે નહીં. યુએસ માર્કેટમાં બંને ફોન ફિઝિકલ સિમ કાર્ડ વગર આવશે. એટલે કે તેમાં eSIM નો ઓપ્શન મળશે. બીજી તરફ, iPhone 14માં 6.1-ઇંચની સ્ક્રીન છે, જ્યારે પ્લસ વેરિઅન્ટમાં 6.7-ઇંચની સ્ક્રીન છે. બંને મોડલમાં A15 બાયોનિક ચિપસેટ આપવામાં આવી છે.

આ પહેલીવાર છે જ્યારે કંપનીએ તેના નવા ફોનમાં જૂનું પ્રોસેસર (SE સિરીઝ સિવાય) રજૂ કર્યું છે. ફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે, જેનો મુખ્ય લેન્સ 12MP છે. તેમાં 12MP સેકન્ડરી લેન્સ પણ છે. ફ્રન્ટમાં, કંપનીએ 12MP TrueDepth કેમેરા આપ્યો છે. બંને ફોનમાં તમને સેટેલાઇટ કોમ્યુનિકેશનની સુવિધા મળે છે, જે નવી છે.

આ ઇવેન્ટમાં iPhone 14 Pro અને iPhone 14 Pro Max પણ રજૂ કરવામાં આવ્યા હતા. પ્રો મોડલ્સમાં કંપનીએ તેના લેટેસ્ટ A16 Bionic ચિપસેટનો ઉપયોગ કર્યો છે. આ કંપનીના સૌથી પાવરફુલ સ્માર્ટફોન છે. તેમાં 48 મેગાપિક્સલનો કેમેરો છે. કિંમતની વાત કરીએ તો ભારતમાં iPhone 14 Proની કિંમત 1,29,900 રૂપિયાથી શરૂ થશે જ્યારે iPhone 14 Pro Maxની કિંમત 1,39,900 રૂપિયાથી શરૂ થશે.

Apple ઇવેન્ટ 2022 જુઓ વીડિયોમાં લાઈવ
યુએસ સ્થિત ટેક્નોલોજી કંપની Apple 7 સપ્ટેમ્બર, 2022 ના રોજ યુએસમાં પેસિફિક સમય અનુસાર સવારે 10:00 વાગ્યે તેની વાર્ષિક સપ્ટેમ્બર લોન્ચ ઇવેન્ટનું આયોજન કરી હતી. કંપની “ફાર આઉટ” નામની ઇવેન્ટ દરમિયાન Apple Watch Series 8, Apple Watch, નવા AirPods Pro 2 અને અન્ય ઉત્પાદનોની સાથે તેના નવા iPhone 14 લાઇનઅપની જાહેરાત કરી હતી.

Niraj Patel