મુકેશ અંબાણીને મળ્યા Appleના CEO ટિમ કુક, માધુરી દીક્ષિત સાથે ખાધો વડાપાંવ, જુઓ તસવીરો અને વીડિયો
મુંબઈમાં એપલ સ્ટોરનું પહેલું લોન્ચિંગ થયુ, જેને લઇને ‘Apple’ના CEO ટિમ કૂક પણ મુંબઇ પહોંચ્યા. ટિમ કુક મુંબઈમાં મુકેશ અંબાણીના ઘરે એન્ટીલિયા પણ પહોંચ્યા હતા અને તેમણે બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત સાથે વડાપાંવ પણ ખાધો હતો. આ ઉપરાંત, એવું પણ જાણવા મળ્યું છે કે તેઓ ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન સહિત ઘણા ટોચના ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઓને પણ મળ્યા. જણાવી દઇએ કે, APPLE દેશમાં તેનો પહેલો રિટેલ સ્ટોર ખોલવાની તૈયારી કરી રહી છે ત્યારે ટિમ કૂક સોમવારે બપોરે ભારત પહોંચ્યા હતા.
મુંબઈમાં Apple BKC સ્ટોરે સોમવારે એક ખાનગી ઇવેન્ટ માટે તેના દરવાજા ખોલ્યા અને મંગળવારથી એટલે કે આજથી લોકો માટે કામ કરવાનું શરૂ કરશે. જો અહેવાલોનું માનીએ તો કૂક આ સપ્તાહના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળશે. Appleનું દિલ્હી આઉટલેટ 20 એપ્રિલે સવારે 10 વાગ્યે ગ્રાહકો માટે ખુલશે. યુએસ ટેક જાયન્ટે 2020માં ભારતમાં તેનો પ્રથમ ઓનલાઈન સ્ટોર શરૂ કર્યો હતો અને તે પછી તરત જ રિટેલ સ્ટોર ખોલવાનું હતું, પણ કોવિડ રોગચાળાને કારણે તે થઇ શક્યું ન હતું.
હવે મુંબઈ અને દિલ્હીમાં રિટેલ સ્ટોર્સ ખુલવા જઈ રહ્યા છે. iPhone નિર્માતા એપલનો ભારતમાં પહેલો સ્ટોર મુંબઈમાં ખોલવામાં આવી રહ્યો છે. આ સ્ટોર 20,806 ચોરસ ફૂટનો છે અને તેને 133 મહિના માટે લીઝ પર લેવામાં આવ્યો છે. જ્યારે દિલ્હીમાં ખોલવામાં આવેલ સ્ટોર આના કરતા નાનો છે, પરંતુ બંનેનું ભાડું લગભગ સરખું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પહેલા રિટેલ સ્ટોરનું ભાડું 42 લાખ રૂપિયા છે. આઇફોન નિર્માતા ભારતમાં રિટેલ આઉટલેટ્સ ખોલીને તેનો બિઝનેસ વધારી રહી છે.
એપલના સીઈઓએ સોમવારે બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત સાથે મુલાકાત કરી અને માધુરી દીક્ષિતે ટિમ કૂકનું મુંબઈ સ્ટાઈલમાં સ્વાગત કર્યું હતું. માધુરીએ મુંબઈનો પ્રખ્યાત વડાપાંવ ‘Apple’ના CEOને ખવડાવ્યો. અભિનેત્રીએ પોતાના ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં બંને હસતા અને વડાપાંવની મજા લેતા જોવા મળી રહ્યા છે. આ ફોટોના કેપ્શનમાં લખ્યું- ‘મુંબઈમાં વડાપાવ કરતાં વધુ સારું સ્વાગત કોઈ ન હોઈ શકે’. આ તસવીર જોતજોતામાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.
Hello, Mumbai! We can’t wait to welcome our customers to the new Apple BKC tomorrow. 🇮🇳 pic.twitter.com/9V5074OA8W
— Tim Cook (@tim_cook) April 17, 2023
માધુરી દીક્ષિતની આ તસવીરનો જવાબ આપતા ટિમ કુકે લખ્યું, ‘માધુરી દીક્ષિતનો આભાર મારા જીવનમાં પહેલીવાર મને વડાપાવનો પરિચય કરાવવા માટે, બાય ધ વે તે ખૂબ જ સ્વાદિષ્ટ છે.’ લોકો સોશિયલ મીડિયા પર માધુરીના વખાણ કરતા થાકતા નથી. એક યુઝરે લખ્યું, વાહ માધુરી, તું આ નાની-નાની વાતોથી દિલ જીતી લે છે.
Maharashtra | Apple’s first India store set to open in Mumbai’s Bandra Kurla Complex (BKC) today. People stand in queues outside the store before its opening. pic.twitter.com/vISeWrwSTD
— ANI (@ANI) April 18, 2023
કોઈએ કુકને મિર્ચી સાથે વડાપાવ ખાવાનું કહ્યુ જ્યારે કોઈએ કહ્યું કે ભારતીય નાસ્તો વિશ્વમાં શ્રેષ્ઠ છે. ઉલ્લેખનીય છે કે, એપલ સ્ટોર મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના Jio વર્લ્ડ ડ્રાઈવ મોલમાં ખુલી રહ્યો છે. આ Apple સ્ટોર સંપૂર્ણપણે સૌર ઉર્જા પર ચાલશે, જેના માટે સમર્પિત સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે.
View this post on Instagram