અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ કરી ચાહકોને અપીલ, દીકરી વામિકા કોહલી સાથે જોડાયેલુ છે કારણ

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેમની દીકરીની પ્રાઈવસીનું ખૂબ જ ધ્યાન રાખે છે. અનુષ્કા અને વિરાટે અત્યાર સુધી તેમની દીકરીનો ચહેરો દુનિયાથી છુપાવીને રાખ્યો છે, કારણ કે તેઓ તેમની રાજકુમારીને હાલમાં મીડિયાની નજરથી દૂર રાખવા માંગે છે. હવે અનુષ્કા શર્માએ તેમની દીકરીની પ્રાઈવસી જાળવવા અને તેની તસવીરો અને વીડિયો શેર ન કરવા બદલ પેપરાજીઓ અને મીડિયાના લોકોનો આભાર માન્યો છે. અનુષ્કાએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યું – અમે ભારતીય પેપરાજી અને મીડિયાના લોકોના આભારી છીએ કે તેમણે વામિકાના ફોટા અને વીડિયો પ્રકાશિત ન કર્યા.

તેણે આગળ પોસ્ટ શેર કરતા લખ્યુ કે, માતા-પિતા તરીકે, અમારી વિનંતી છે કે જેમણે ફોટા અને વિડિયો લીધા છે તેઓ અમને આગળ પણ સાથ આપે. અમે અમારી દીકરી માટે પ્રાઇવસી ઇચ્છીએ છીએ અને મીડિયા અને સોશિયલ મીડિયાથી દૂર રહીને તેને સ્વતંત્ર રીતે જીવન જીવવાની તક આપવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. અનુષ્કાએ આગળ લખ્યું – જ્યારે તે મોટી થશે, તો અમે તેને રોકીશું નહીં. ફેન ક્લબ અને દરેક વ્યક્તિનો આભાર કે જેમણે ફોટા પોસ્ટ કર્યા નથી. તે તમારા તરફથી ખૂબ જ દયાળુ અને પરિપક્વ વર્તન હતું.

તાજેતરમાં જ અનુષ્કા અને વિરાટ તેમની પુત્રી વામિકા સાથે ટેસ્ટ સિરીઝ માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન પેપરાજી પણ ત્યાં હાજર હતા. આવી સ્થિતિમાં વિરાટે પેપરાજી અને મીડિયાના લોકોને વિનંતી કરી હતી કે તે તેની પુત્રીને કેમેરામાં કેદ ન કરે. વિરાટની વિનંતી પર, પેપરાજીઓએ તેમના કેમેરા બંધ કરી દીધા અને અનુષ્કા અને વિરાટની નાનકડી પ્રિન્સેસના વીડિયો કે ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શેર કરવામાં આવ્યા ન હતા.

પેપરાજી અને મીડિયાની આ વાતથી અનુષ્કા ખૂબ જ ખુશ અને પ્રભાવિત છે. અભિનેત્રીએ તેની પુત્રીની ગોપનીયતા જાળવવા માટે એક નોટ શેર કરીને પેપરાજી અને મીડિયાના લોકોનો આભાર માન્યો છે. વિરાટ અને અનુષ્કાની રાજકુમારીનો જન્મ 11 જાન્યુઆરી 2021ના રોજ થયો હતો. આ કપલ પોતાની દીકરી સાથે સમય પસાર કરતી વખતે ઘણી તસવીરો શેર કરે છે, પરંતુ તેઓએ હજુ સુધી દીકરીનો ચહેરો જાહેર કર્યો નથી. વિરાટ અને અનુષ્કા તેમની દીકરીની પ્રાઈવસીનું ખૂબ ધ્યાન રાખે છે.

તમને જણાવી દઈએ કે લાઈવ સેશનમાં એક ફેને વિરાટ કોહલીને વામિકાની તસવીર વિશે પૂછ્યું, જેનો વિરાટે ખૂબ જ સુંદર જવાબ આપ્યો. તેને કહ્યું. કે અમે અત્યારે વામિકાની તસવીર શેર કરીશું નહીં. અનુષ્કા અને વિરાટ બંનેએ સાથે મળીને આ નિર્ણય લીધો હતો. આ સાથે વિરાટે એ પણ માહિતી આપી હતી કે મોટા થયા પછી વામિકા પોતે નક્કી કરશે કે તે સોશિયલ મીડિયા પર રહેવા માંગે છે કે નહીં. જો કે અનુષ્કા લાડલીની ઝલક બતાવતી રહે છે, પરંતુ આજ સુધી વામિકાનો ચહેરો ક્યારેય જોવા મળ્યો નથી.

Shah Jina