અનુષ્કા શર્મા ફોટોગ્રાફર પર ભડકી તો લોકોએ લઇ લીધી નિશાના પર, કહ્યુ- આટલા નખરા, બહુ અકડ આવી ગઇ છે- જુઓ વીડિયો

‘મારી બેબીનો વીડિયો કેમ બનાવ્યો?’ અનુષ્કા શર્માએ ફોટોગ્રાફરની ઝાટકણી અને ભડકી …..યુઝર્સે કહ્યું- ઘમંડી

અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર હેડલાઈન્સમાં રહે છે, આ કોઈ નવી વાત નથી. તે અવારનવાર તેની પોસ્ટ દ્વારા ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સમયે અભિનેત્રી અને નિર્માતા અનુષ્કા શર્મા પેપરાજી પર ગુસ્સો કરવાને કારણે ચર્ચામાં છે. માતા બની ત્યારથી અનુષ્કા શર્માએ વારંવાર પેપરાજી અને મીડિયાને વિનંતી કરી છે કે તે સોશિયલ મીડિયા પર તેની બાળકીની તસવીર શેર ન કરે. પેપરાજી પણ અનુષ્કાની આ અંગત વિનંતીને માન આપી રહ્યા છે.

આ સમયે અનુષ્કાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એરપોર્ટ પર ગુસ્સામાં જોવા મળી રહી છે. જો કે અનુષ્કાના આ વલણ પર સોશિયલ મીડિયા યુઝર્સ નારાજ થઈ રહ્યા છે. અનુષ્કા શર્માએ પ્રાઈવસીનું કારણ દર્શાવીને મીડિયા અને પેપરાજીને પુત્રી વામિકાની કોઈ તસવીર ન ક્લિક કરવા કહ્યુ. હાલમાં જ અનુષ્કા શર્મા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી અને તેની સાથે તેની પુત્રી વામિકા પણ હતી. હવે આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે જેમાં અનુષ્કા પહેલા વિરાટ કોહલી સાથે પેપરાજી માટે પોઝ આપે છે

અને પછી તે પેપરાજી પર ગુસ્સે થઈ જાય છે. અનુષ્કાને લાગ્યું કે પેપપાજી વામિકનો વીડિયો બનાવી રહ્યા છે અને તે માટે અનુષ્કા તેના પર ગુસ્સે થતી જોવા મળે છે. અનુષ્કા હાથના ઈશારાથી પૂછી રહી છે કે તે બાળકીનો ફોટો-વીડિયો કેમ લઈ રહ્યા છે. અનુષ્કા સાથે ચાલી રહેલા સ્ટાફ પણ આ અંગે વાંધો વ્યક્ત કરી રહ્યા છે અને બાળકનો વીડિયો ન બનાવવા માટે કહી રહ્યા છે. જો કે, તરત જ પેપરાજી તેને કહેતો જોવા મળે છે કે – તે બાળકને વીડિયોમાં નથી લઈ રહ્યો.

જોકે હવે સોશિયલ મીડિયા પર લોકો અનુષ્કાના આ વલણ પર નારાજગી દર્શાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું- કોઈને તેની દીકરીને જોવામાં રસ નથી, ન તો તેનો ફોટો જોવામાં છે. તેનામાં ઘણી અકડ આવી ગઇ છે. અન્ય એક યુઝરે લખ્યું, ‘આટલો બધો એટિટયૂડ. અલ્લુ અર્જુનને જુઓ, ગોલ્ડન ટેમ્પલમાં લાઇનમાં ઊભો હતો. એક યુઝરે ગુસ્સામાં લખ્યું, ‘તેમના ફોટા લેવાનું બંધ કરો. ભાઇ હવે ફિલ્મ આવશે એમની, જોતા નહિ, પૂરો એટીટ્યુડ છે. લોકોએ કહ્યું – આ ખરાબ વલણ છે, તેમને મૂલ્ય આપવાનું બંધ કરો.

અન્ય એક યુઝરે લખ્યું છે – તે ખૂબ જ અકડુ થઈ ગઇ છે, તેનો ઘમંડ ઉતારવો જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2022માં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની દીકરી વામિકાની એક તસવીર વાયરલ થઈ હતી. ત્યારબાદ અનુષ્કા ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ODI સિરીઝની મેચ જોવા માટે કેપટાઉન સ્ટેડિયમ પહોંચી હતી. ઈન્ટરનેટ પર સર્વત્ર વામિકાનો ચહેરો પહેલીવાર જોવા મળ્યો હતો. આ પછી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ચાહકોએ ઈન્ટરનેટ યુઝર્સને પોસ્ટ ડિલીટ કરવા કહ્યું હતુ. અનુષ્કાએ એક પોસ્ટ કરીને વામિકાની તસવીર ક્લિક ન કરવાનું પણ કહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Shah Jina